મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતઃ ગરબા ગાયા બાદ મજાકમાં વાત વણસી ને મિત્રએ જ કરી નાખી મિત્રની હત્યા

હાલ નવરાત્રિ ચાલી રહી છે. માં અંબેની આરાધના ગરબા દ્વારા થઈ રહી છે. ત્યારે સુરતના સચિન પારડ

સુરતઃ ગરબા ગાયા બાદ મજાકમાં વાત વણસી ને મિત્રએ જ કરી નાખી મિત્રની હત્યા

હાલ નવરાત્રિ ચાલી રહી છે. માં અંબેની આરાધના ગરબા દ્વારા થઈ રહી છે. ત્યારે સુરતના સચિન પારડી ગામમાં ગરબા રમ્યા બાદ હસી મજાકમાં બે મિત્રો વચ્ચે નવરાત્રિ કાળરાત્રિ સાબિત થઈ હતી. એક મિત્રએ બીજા મિત્રને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. રત્નકલાકારની હત્યા તેના જ મિત્રએ કરી નાખી હતી.

યુવકને ગંભીર ઈજાઓ પહોંચી

ગરબા રમીને મુકેશ માલી નામનો યુવક પોતાના ઘરની બહાર ઉભો હતો. ત્યારે ઘર નજીકમાં જ રહેતો તેનો નાણપણનો મિત્ર ત્યાં આવ્યો હતો. બંન્ને વચ્ચે હસી મજાક ચાલી રહી હતી. આ દરમિયાન સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલી થયા બાદ અચાનક આરોપી મિત્ર પિયુષ નાયકાએ ચપ્પુના ઘા માર્યા હતા. જેથી યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સારવાર દરમિયાન મોત

ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ લઈને દોડી ગયા હતા. યુવકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજયું હતું. સમગ્ર મામલે સચિન પોલીસે પિયુષ નાયકા અને પ્રદીપ ઉર્ફે બટકો નામના બે આરોપી મિત્રો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

આ સમાચાર શેર કરો