મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

147મી રથયાત્રા: નેત્રોત્સવ વિધી કર્યાં પછી ભગવાનના આંખે પાટા બાંધવામાં આવ્યા

અમદાવાદમાં 147મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

147મી રથયાત્રા: નેત્રોત્સવ વિધી કર્યાં પછી ભગવાનના આંખે પાટા બાંધવામાં આવ્યા

અમદાવાદમાં 147મી ભગવાન જગન્નાથજીની  રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જમાલપુરમાં જગન્નાથજીના મંદિરે આજે નેત્રોત્સવ વિધી કર્યાં બાદ ભગવાનના આંખે પાટા બાંધવામાં આવ્યા છે. રથયાત્રાના દિવસે તેમના પાટા ખોલવામાં આવશે.રથયાત્રાને પગલે ભગવાન જગન્નાથ મંદિરમાં ભંડારાનું પણ વિશેષ મહત્ત્વ રહેલું હોય છે.

ભંડારામાં આજે કાળી રોટી સફેદ દાળનું મહત્ત્વ

ભંડારામાં આજે કાળી રોટી સફેદ દાળનું મહત્ત્વ હોય છે. 20,000 સંતો અને ભાવિક ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. ચણા અને બટાકાનું  5 હજાર કિલોનું શાક પણ બનાવાયું છે. 3000 કિલો જેટલા ભજીયા પણ તૈયાર કરવામાં આવ્યા છે.

 તેમની આંખ પર પાટા બાંધી દેવામાં છે

રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈઓ અને જાંબુ ખુબ વધારે પ્રમાણમાં સેવન કરે છે, જેના કારણે તેમને આંખ આવી જાય છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ ફરી પરત નિજ મંદિર ફરે છે. જો કે તેમને આંખ આવેલી હોવાથી આરામ મળે તે માટે તેમની આંખ પર પાટા બાંધી દેવામાં આવે છે. જેથી ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી રાખવામાં આવે છે. આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.

આ સમાચાર શેર કરો