મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નોનવેજ સિઝલર ખાધા બાદ મહિલાઓ બેભાન થતાં પાલિકાની ઊંઘ ઉડી, જમવાની બેઝમેન્ટની જગ્યા કરી સીલ

સુરતના નુરપુરાની ઈમારતના બેઝમેન્ટ હોલમાં દાઉદી વ્હોરા સમાજના સભ્યોનો કાર્યક્રમ ચાલી

નોનવેજ સિઝલર ખાધા બાદ મહિલાઓ બેભાન થતાં પાલિકાની ઊંઘ ઉડી, જમવાની બેઝમેન્ટની જગ્યા કરી સીલ

સુરતના નુરપુરાની ઈમારતના બેઝમેન્ટ હોલમાં દાઉદી વ્હોરા સમાજના સભ્યોનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં જમણવારની વ્યવસ્થા પણ હતી. આ દરમિયાન કાર્યક્રમમાં મહિલાઓની સંખ્યા વધારે હતી. જ્યાં નોનવેજ સિઝલરને કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં 20થી વધુ મહિલાઓ બેભાન થઇ જતાં અફરાતફરી સર્જાઈ હતી. આ દુર્ઘટના બાદ ભરનિંદ્રામાં સૂતેલી પાલિકાની ટીમ સફાળી જાગી હતી બાદમાં જઈને સીલ મારી દીધું હતું.

આ પણ વાંચોઃનોનવેજ સિઝલર ખાધા પછી એક પછી એક 20 મહિલા થઈ બેભાન, જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટના

ફરી એકવાર ઘટના બાદ કાર્યવાહી

ઝાંપા બજાર વિસ્તારમાં ભોજન સમારંભ દરમિયાન 20 મહિલાઓ બેભાન થઈ હતી. ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું હતું. ઝાંપા બજાર ખાતે આવેલ અલનુર મેન્સનના બેઝમેન્ટના ભાગને સીલ મારી દીધું હતું. ઘટના પહેલા કોઈ તપાસ ન થઈ અને ઘટના બનવાની રાહ જોતા હોય તેમ ઘટના બાદ કાર્યવાહી

એસી હોલમાં મહિલાઓ ભેગી થઈ હતી

નોનવેજ સિઝલર એક એવા પ્રકારનું ભોજન છે જેમાંથી મોટાપાયે ધૂમાડો નીકળે છે. જોકે મોટી સંખ્યામાં ભીડ અને સિઝલરની વધુ પડતી પ્લેટને કારણે એટલો બધો ધૂમાડો થઈ ગયો કે ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું અને 20થી વધુ મહિલાઓ બેભાન થઈ જતા હડકંપ મચી ગયો. નોનવેજ સિઝલર ખાવા માટે મોટી સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના રાત્રિ ભોજન માટે AC હોલમાં મહિલાઓ ભેગી થઈ હતી, ત્યારે આ ઘટના સર્જાઈ હતી. જો કે ત્યાર બાદ પાલિકાને મોડે મોડે કાર્યવાહી કરવાનું બ્રહ્મજ્ઞાન થયું હતું. બેઝમેન્ટના ભાગે અવરજવર માટે કોઈ પણ વ્યવસ્થા નહોતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે. 

આ સમાચાર શેર કરો