ભરૂચ-દહેજ રોડ પર પેટ્રોલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં ભયનો માહોલ, ત્રણ કિમી સર્જાયો ટ્રાફિક જામ
હાઈ વે પર અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ભરૂચ-દહેજ રોડ પર પેટ્રોલ ભરેલું ટે

હાઈ વે પર અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ભરૂચ-દહેજ રોડ પર પેટ્રોલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. જેથી હાઈ વે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ટેન્કર પેટ્રોલનું હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ સહિતનો કાફલો દોડી આવ્યો હતો.
ડ્રાઈવરને ઝોકું આવી જતાં અકસ્માત
ભરૂચના દહેજ માર્ગ પરથી ભારત પેટ્રોલિયમનું ટેન્કર પસાર થઈ રહ્યું હતું.આ ટેન્કર કેસરોલ નજીક આવેલા ટોલનાકા નજીક પહોચતા ટેન્કર ચાલકને ઝોકું આવી જતા ટેન્કર પલ્ટી ગયું હતું.જેના કારણે વહેલી સવારે દહેજ તરફ અલગ અલગ કંપનીઓમાં જતાં વાહન ચાલકો ટ્રાફીક જામના કારણે અટવાયા હતા.
ટ્રાફિક જામ સર્જાયો
અકસ્માતના પગલે બે થી ત્રણ કિમી જેટલો ટ્રાફીક જામ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં જ પોલીસ અને દહેજ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ટીમ સાથે સ્થળ પર પહોંચી ક્રેનની મદદથી ટેન્કરને સીધું કરાયુ હતું.જોકે ટેન્કર સીધું કરાયા બાદ વાહન વ્યવહાર પુનઃ શરૂ થતાં નોકરીઆતોએ રાહતનો શ્વાસ લીધો હતો.








