મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં વગર પ્રિસ્ક્રિપશને ઈન્જેક્શનનું વેચાણ કરનાર કંપની સામે કાર્યવાહી, લાયસન્સ કરાયું રદ

વડોદરાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગેરકાયદે ઈન્જેક્શન વેચાણ મામલે કાર્યવાહી કરતા મેડિકામેન

VIDEO: વડોદરામાં વગર પ્રિસ્ક્રિપશને ઈન્જેક્શનનું વેચાણ કરનાર કંપની સામે કાર્યવાહી, લાયસન્સ કરાયું રદ
આ સમાચાર સાંભળો

વડોદરાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગેરકાયદે ઈન્જેક્શન વેચાણ મામલે કાર્યવાહી કરતા મેડિકામેન્ટ સોલ્યુશન કંપનીનું લાયસન્સ રદ કરી દીધું છે. મેદસ્વિતા ઘટાડવા માટે માઉન્જારો ક્વિકપેન નામના ઈન્જેક્શનનું વગર પ્રિસ્ક્રિપશને વેચાણ કરવામાં આવતુ હોવાનો ખુલાસો થયો હતો.

અધિકારીઓએ નકલી ગ્રાહક બનીને ઓનલાઈન ઓર્ડર નોંધાવ્યો અને પાર્સલ મંગાવીને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગેરકાયદે ઈન્જેક્શન વેચાણ બદલ કાર્યવાહી કરી હતી. દવા વેબસાઇટ મારફતે સીધી ગ્રાહકોને મોકલાતી હતી, જે કાયદાનો ભંગ છે. તંત્રએ તેને ગંભીર બેદરકારી ગણાવી ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે. નિષ્ણાતોની ચેતવણી મુજબ આ ઇન્જેક્શન કિડની, પેન્ક્રિયાસ સહિત અંગોને નુકસાન પહોંચાડી શકે છે. 

માઉન્જારો ક્વિકપેન ઇન્જેક્શન લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી અત્યંત જરૂરી

આ દવા લોહીમાં શર્કરા (બ્લડ સુગર) ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે શરીરમાં ઇન્સ્યુલિનના સ્તરને વધારે છે અને ગ્લુકોઝના ઉત્પાદનને ઘટાડે છે. તે ભૂખ ઘટાડવામાં અને પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવવામાં મદદ કરે છે, જેનાથી વજન ઝડપથી ઉતારવામાં મદદ મળે છે. જો કે આ દવા લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી અત્યંત જરૂરી છે.

આ સમાચાર શેર કરો