મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી, વિદેશમાં રહી પગાર મેળવનારા બેને કરાયા ટર્મિનેટ

રાજ્યમાં હાલ ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી થઈ રહી છે. ત્યારે સુરત

સુરતમાં ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી, વિદેશમાં રહી પગાર મેળવનારા બેને કરાયા ટર્મિનેટ

રાજ્યમાં હાલ ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી થઈ રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના શિક્ષકો પણ કાર્યવાહી કરાઈ છે. વિદેશમાં રહી મફત પગાર મેળવાયો હતો. ત્યારે શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષકોને 10 નોટિસ અપાય છે. તેમ છતાં શિક્ષકો એ વિદેશમાં રહી મફત પગાર મેળવ્યો હતો. નગરપ્રાથમિક શાળા ક્રમાંક 121 અને 190ની એમ બે શિક્ષકોને ટર્મિનેટ કરવામાં આવ્યા છે.

બે મહિલા શિક્ષક સામે કાર્યવાહી

બંને શિક્ષકોને 10થી વધુ વખત નોટિસ આપવામાં આવી હતી. છતાં શિક્ષકો દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો ન હતો. તથા તેઓ આજદિન સુધી હાજર પણ થયાં નહોતો. જે બાદ સમિતિ શિક્ષકો પરએ કાર્યવાહી કરી છે.  બે મહિલા શિક્ષક કે જેઓએ સમિતિ પાસેથી એક સમય મર્યાદા માટે વિદેશ જવા માટેની પરવાનગી માંગી હતી, પરંતુ તે સમયે મર્યાદામાં તેઓ પરત નથી આવ્યા અને ત્રણ મહિના સુધીનો પગાર પણ લીધો છે. આવા શિક્ષિકાઓ સામે સમિતિએ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

હાજર થવા કહેવાયુ હતુ

શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે, 10થી વધુ નોટિસ આપ્યા બાદ પણ કોઈ જવાબ કે હાજર નહીં રહેતા નિમિષા પટેલને સમિતિએ ટર્મિનેટ કર્યા છે. અન્સારી મુસા 275 નંબરના શાળામાં ભણાવે છે. તેમજ અન્ય શિક્ષિકા કે જેવો વિદેશમાં છે, આ બંનેને 23મી ઓગસ્ટના રોજ સમિતિ સમક્ષ હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. જો તેઓ હાજર નહીં રહેશે તો તેઓને પણ ટર્મિનેટ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો