સુરતમાં તંત્રની બેવડી નીતિના આક્ષેપ, દુકાનો-સ્કૂલોને સીલ કરાયા પણ ડોમને છાવરનારા સામે કાર્યવાહીની માગ
રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે સુરત મ

રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે સુરત મહાનગર પાલિકાની બેવડી નીતિ જેવા બે રૂપ જોવા મળ્યા છે. એક તરફ શહેરના મોલ,માર્કેટો, દુકાનો સીલ કરવામાં આવ્યા છે. તો કતારગામ વિસ્તારમાં મોટા પતરાના શેડ ઉભા કરાયા છે. જેની સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી. કતારગામમાં તાણી બંઘાયેલા ગેરકાયદેસરના કાચા-પાકા બાંઘકામો અને પતરાના શેડ અડીખમ ધમધમી રહ્યાં છે. જેથી જવાબદાર SMC ના અધિકારીઓ, ધારાસભ્ય અને કોર્પોરેટર વિરુદ્ધ ખાતાકીય તપાસ કરાવી માંગ વોર્ડ નં ૭ના કોર્પોરેટર કિશોરભાઇ રુપારેલિયા દ્વારા કરાઈ છે.
આકરી કાર્યવાહીની માગ
કતારગામ વિસ્તારમાં ગેરકાયદેસર કાચા-પાકા બાંઘકામો તાણી બાંઘનારાને મિલીભગતથી છાવરનારા સુરત મહાનગરપાલિકા નોર્થ (કતારગામ) ઝોનના અધિકારીઓ, ઘારાસભ્ય અને કોર્પોરેટર વિરુદ્ધ શિક્ષાત્મક અને દંડનીય કાર્યવાહીની માગ કરાઈ છે. આ અંગે પાલિકા-પોલીસ કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
ખાતાકીય તપાસની માગ
કાર્યવાહીમાં કતારગામ ઝોનના અધિકારીઓ દ્વારા અમુકને ગોળ અને અમુકને ખોળ જેવો ઘાટ સર્જાયો છે. ઘણા ખરા નાના અને નિર્દોષ વેપારીની મિલ્કતોને સિલ કરવામાં આવી છે. જ્યારે ધારાસભ્ય અને કોર્પોરેટરોના મિત્રો, સગા-સંબંધીઓ અને મળતીયાઓની રીર્ઝવેશન જગ્યામાં ઉભી કરેલી ગેરકાયદેસરની મિલ્કતોને આજ દિન સુઘી સીલ પણ નથી કરાઇ ને હાલમાં પણ ધમધમી જ રહી છે. કતારગામ ઝોનમાં ચાલી રહેલી આ પ્રકારની પ્રવૃતિને તાત્કાલીક રોકવામાં આવે, તટસ્થ અને નિષ્પક્ષ રીતે કામો થાય અને આ પ્રકારના તાણી બંધાયેલા તમામ પ્રકારના ગેરકાયદેસરના બાંધકામો દૂર થાય તેમજ ગેરકાયદેસરના બાંધકામ કરનારાઓ સાથે મિલીભગત કરનારા SMCના અધિકારીઓ, ધારાસભ્ય અને કોર્પોરેટરો વિરુદ્ધ શિક્ષાત્મક અને દંડનીય કાર્યવાહી થાય તેમજ આ મામલામાં સંડોવાયેલા જવાબદાર અધિકારીઓ અને ચુંટાયેલા પ્રતિનિઘીઓની આવક કરતા વઘુ સંપતિની તપાસ કરવામાં આવે તેવી માગ કરાઈ છે.








