મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

તેરાપંથ જૈન ધર્મ સંઘના આચાર્ય મહાશ્રમણજી ચતુર્માસ માટે સુરત પધારશે, વેસુમાં સંયમ વિહારનું નિર્માણ

જૈન સમાજ ના ચાતુર્માસની શરૂઆત થઈ રહી છે. ત્યારે આચાર્ય મહાશ્રમણ જી આ વર્ષે સુરત

તેરાપંથ જૈન ધર્મ સંઘના આચાર્ય મહાશ્રમણજી ચતુર્માસ માટે સુરત પધારશે, વેસુમાં સંયમ વિહારનું નિર્માણ

જૈન સમાજ ના ચાતુર્માસની શરૂઆત થઈ રહી છે. ત્યારે આચાર્ય મહાશ્રમણ જી આ વર્ષે સુરત ખાતે પધારનાર છે.સમગ્ર જૈન પરંપરામાં ચાતુર્માસ સાધના અને ભક્તિ માટે અતિ પવિત્ર સમય ગણાય છે, ત્યારે સુરત શહેરમાં તેરાપંથ જૈન ધર્મ સંઘના આચાર્ય મહાશ્રમણજી ચાતુર્માસ અર્થે આવી રહ્યા છે. દીક્ષાના 50 વર્ષ પૂર્ણ કરીને તેઓ દીક્ષાના 51મા વર્ષમાં પ્રવેશ્યા છે. તેણે 56000 કિલોમીટરથી વધુ પગપાળા પ્રવાસ કર્યો છે. 
   
21 વર્ષ બાદ સુરતમાં ચાતુર્માસ

આચાર્ય મહાશ્રમણ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ના પ્રમુખ સંજય સુરાના, સેક્રેટરી નાનાલાલ રાઠોડ, વરિષ્ઠ ઉપાધ્યક્ષ અનિલ ચંડાલિયા , વાઇસ પ્રેસિડન્ટ સંજય ભણસાલી અને સભ્યોની ટીમ દ્વારા છેલ્લા એક વર્ષથી આ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં સમિતિના પ્રમુખ સંજય સુરાના એ કહ્યું કે મુંબઈમાં પ્રસિદ્ધ ચાતુર્માસ પૂર્ણ કર્યા બાદ તેઓ કોંકણ, વિદર્ભ અને ઔરંગાબાદની યાત્રા કરીને ગુજરાત આવી રહ્યા છે. અને 2024માં સુરતમાં ચાતુર્માસ ઉજવવા જઈ રહ્યા છે.

રોજે રોજ અલગ અલગ કાર્યક્રમ

આચાર્ય મહાશ્રમણજી દરરોજ ચાર મહિના સુધી વહેલી સવારે છ વાગે બૃહદ મંગલ પાઠ સંભળાવશે. ત્યારબાદ સવારે 9:00 વાગે થી 12:00 વાગ્યા સુધી પ્રવચન કાર્યક્રમ યોજાશે. 80000 sq.ft ના પ્રવચન પંડાલમાં 25000થી પણ વધુ શ્રાવકો બેસીને પ્રવચન શ્રવણ કરી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ પંડાલમાં મોટાભાગના શ્રાવક - શ્રાવિકાઓ સામાયિકની સાધના સાથે પ્રવચન સાંભળશે.તેરાપંથ જૈન ધર્મ સંઘના આચાર્ય મહાશ્રમણજીનો મુખ્ય ઉદ્દેશ નૈતિકતા , સદભાવના અને નશા મુક્તિ છે. તેમના તમામ પ્રવચનો આ મુખ્ય ત્રણ ઉદ્દેશ્યો ઉપરાંત સમાજમાં  પ્રેમ, ભાઈચારો, સાંપ્રદાયિક સૌહાર્દ અને સમન્વયનો સંદેશ આપશે.

આ સમાચાર શેર કરો