મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot/ 'પેંડા ગેંગ'ને હથિયાર પૂરા પાડનાર આરોપી મધ્યપ્રદેશથી પકડાયો, અત્યાર સુધી કુલ 29 આરોપીની ધરપકડ

રાજકોટમાં થયેલા ચકચારભર્યા ગેંગવૉર મામલે પોલીસે પોતાની કાર્યવાહી વધુ તેજ

Rajkot/ 'પેંડા ગેંગ'ને હથિયાર પૂરા પાડનાર આરોપી મધ્યપ્રદેશથી પકડાયો, અત્યાર સુધી કુલ 29 આરોપીની ધરપકડ

રાજકોટમાં થયેલા ચકચારભર્યા ગેંગવૉર મામલે પોલીસે પોતાની કાર્યવાહી વધુ તેજ કરી છે, જેમાં વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીની અટકાયત સાથે જ આ કેસમાં અત્યાર સુધીમાં ઝડપાયેલા આરોપીઓનો કુલ આંકડો 29 પર પહોંચ્યો છે.

હથિયાર સપ્લાયરની ધરપકડ

પોલીસે પેંડા ગેંગને ગેરકાયદેસર હથિયારો પૂરા પાડનાર મુખ્ય સપ્લાયર રાજેશિંગ રાજાવતની અટકાયત કરી છે. આરોપી રાજેશિંગ રાજાવતને પોલીસ ટીમે મધ્યપ્રદેશના ભીંડી જિ લ્લાના ઈસુરી ગામ ખાતેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી દેખાવમાં મધ્યપ્રદેશમાં ખેતીનું કામ કરતો હતો, પરંતુ તેનો ગુનાહિત ઇતિહાસ મોટો છે. તેણે એકલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ 12  જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

ગેંગવૉરની ઘટના બાદ પોલીસે 'પેંડા ગેંગ' અને 'મરઘા ગેંગ'ના સભ્યો સામે ઝુંબેશ ચલાવી હતી. રાજેશિંગ રાજાવતની ધરપકડ આ તપાસમાં એક મોટી સફળતા માનવામાં આવે છે, કારણ કે તે ગેંગને હથિયાર પૂરા પાડીને ગુનાહિત પ્રવૃત્તિને વેગ આપતો હતો. પોલીસે હવે ઝડપાયેલા તમામ 29 આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે, જેથી ગેંગવૉરના મૂળ સુધી પહોંચી શકાય.

આ સમાચાર શેર કરો