જસદણ પંથકની પરિણીતા પર કનેસરાના શખ્સે આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ
ગુજરાત સરકારના સબ સલામતના દાવા સામે યુવતીઓ-મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધતી જઈ રહી છે. અંબા

ગુજરાત સરકારના સબ સલામતના દાવા સામે યુવતીઓ-મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધતી જઈ રહી છે. અંબાજીમાં 6 શખ્સોએ 15 વર્ષની સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું, તો જામનગરમાં 3 શખ્સોએ ઘરકામ કરવા આવતી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. હવે રાજકોટ જિલ્લાના જસદણમાં દુષ્કર્મની ઘટના ઘટી છે.
જસદણ પંથકની 4 સંતાનોની માતા પર દુષ્કર્મ
જસદણ પંથકની 32 વર્ષીય પરિણીતા પર કનેસરાના શખ્સે દુષ્કર્મ આચર્યું છે. ચાર સંતાનોની માતા સાથે ઘરોબો બાંધી 2 મહિના પહેલા મોબાઈલ ફોનથી સંપર્ક કર્યા બાદ જુદા જુદા સ્થળે લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરી ધમકી આપી હતી. પીડિતાએ ભાડલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પશુપાલન કરતા 25 વર્ષીય આરોપી વિપુલ રૂડા મેવાડાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : રાજુલામાં તસ્કરો મંદિરમાંથી આખી દાનપેટી ઉઠાવી ગયા, જુઓ વીડિયો
અંબાજીમાં 6 નરાધમોએ સગીરા પર આચર્યું સામુહિક દુષ્કર્મ
બનાસકાંઠાના અંબાજીમાં સગીરા પર ગેંગરેપની ઘટના બની છે. દુષ્કર્મના આરોપીઓ ભાગવામાં સફળ થતાં પોલીસ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. બીજી તરફ અંબાજી પોલીસ અને જિલ્લા પોલીસનો કાફલો અલગ અલગ ટીમ બનાવીને આરોપીના ઘર સુધી પહોંચ્યો હતો.
માહિતી અનુસાર 15 વર્ષીય સગીરા પોતાના મોટા પપ્પાના ઘરે જવા નિકળી હતી. આ દરમિયાન ઘોડા ટાંકણી ગામનો લાલા પરમાર સગીરાને બાઈક પર બેસાડી લઈ ગયો હતો. ત્યારબાદ અવાવરુ જગ્યાએ લઈ જઈ 6 નરાધમોએ સાથે મળીને સગીરાને પીંખી નાખી હતી. જેના લીધે તે બેભાન થઇ ગઇ હતી.
નરાધમો સગીરાને અર્ધબેભાન અવસ્થામાં મૂકીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ મામલે સગીરાની માતાએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.








