રાજકોટ : જેતપુરમાં 26 વર્ષ પહેલા ફેક્ટરીમાં વોચમેનની હત્યા કરનાર આરોપી ઝડપાયો, પોલીસે યુપીથી કરી ધરપકડ
રાજકોટના જેતપુર ખાતે 26 વર્ષ પહેલા ફેક્ટરીમાં વોચમેનની હત્યા કરી અને લૂંટ કરીને ભાગી ગયેલા આરોપી

રાજકોટના જેતપુર ખાતે 26 વર્ષ પહેલા ફેક્ટરીમાં વોચમેનની હત્યા કરી અને લૂંટ કરીને ભાગી ગયેલા આરોપીને ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાંથી સુરત PCB પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 26 વર્ષથી નાસતો ફરતો હતો અને તેના ઉપર 10, 000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
રાજકોટ જેતપુર વિસ્તારમાં આરોપી 26 વર્ષ પહેલા ટાઇલ્સના કારખાનામાં કામ કરતો હતો. તે દરમિયાન તેઓના વતનના મિત્ર તથા કારખાનાની આજુબાજુમાં કામ કરતા અન્ય બે ઈસમો સાથે ભેગા મળી તેઓના શેઠના કારખાનામાં ચોરી કરવા માટે ગયા હતા. આ દરમિયાન વોચમેન આવી જતા તેની હત્યા કરી હતી.
હત્યા બાદ આરોપી પોલીસની બીકે તેના વતન ભાગી ગયો હતો પરંતુ પોલીસ પણ તેને શોધવા તેના વતન આવશે તે પહેલા તે વતનથી પણ નાસી જઈ દિલ્હી ખાતે મજૂરી કરવા લાગ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ રાજ્યમાં મજૂરી કામ કરતો હતો અને આટલા વર્ષો બાદ ફરીથી તે પોતાના વતન ખાતે આવીને રહેવા લાગ્યો હતો. આ દરમિયાન સુરત PCB પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસે આરોપીને પકડવા રૂપિયા 10 હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.






