અમરેલી: બાબરામાં 7 વર્ષ પહેલા સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને 10 વર્ષની સખ્ત સજા
અમરેલીના બાબરામાં 7 વર્ષ પહેલા થયેલા દુષ્કર્મની ઘટનાએ

અમરેલીના બાબરામાં 7 વર્ષ પહેલા થયેલા દુષ્કર્મની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. બાબરાના અમરાપરાના મફત પ્લોટ વિસ્તારમાં રહેતા એક શખ્સેે સાત વર્ષ પહેલાં ૧૭ વર્ષની સગીરાને લલચાવીને ભગાડી ગયો હતો. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
સગીરાનો જન્મ તારીખનો ખોટો દાખલો બનાવડાવી લગ્ન કર્યા
સગીરાનો જન્મ તારીખનો ખોટો દાખલો બનાવડાવી લગ્ન કર્યા હતા. આ મામલે તે સમયે તેના પિતાએ ફરિયાદ દાખલ કરી હતી, પોલીસે મામલાની ગંભીરતા જોઈને ગણતરીના દિવસોમાં આરોપીને દબોચી લીધો હતો. જો કે આ કેસ અમરેલી સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ તથા રૂપિયા ૩૨ હજારના દંડની સજાનો હુકમ કર્યો હતો.જ્યારે ભોગબનાર તરૂણીને રૂપિયા ૪ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હતો.
સગીરાને લલચાવી ફોસલાવીને આચર્યું દુષ્કર્મ
બાબરા તાલુકાના અમરાપરા ગામે આવેલ મફત પ્લોટ વિસ્તારમાં રહેતા મનોજ મનસુખ ડાભી તા.૨૨/૯/૨૦૧૭ના રાત્રીના સાડા અગીયારથી રાત્રીના અઢી વાગ્યા દરમ્યાન ૧૭ વર્ષની સગીરાને લલચાવીને અપહરણ કરીને લઈ ગયો હતો. આરોપી મનોજના પિતા મનસુખભાઇ ડાભીએ સગીરાને ભગાડવામાં મદદ કરી હતી.
આરોપીના પિતાએ સગીરાને ભગાડવામાં કરી હતી મદદ
સગીરા જન્મ તારીખ એપ્રિલ- ૨૦૦૦ની આ તરૂણીની ૧૮ વર્ષની પુખ્ત ઉંમર થતી ન હોવાથી આરોપી મનોજ મનસુખભાઇ ડાભીએ રાજકોટના એક મહિલા વકિલને મળી અને આ મહિલા વકિલે આરોપી પાસેથી ૨૯ હજાર રૂપીયા લઇ અને ભોગબનાર સગીરાની ઉંમર પુખ્ત બતાવવા માટે જન્મ તારીખનો ખોટો દાખલો બનાવ્યો હતો.
બનાવટી જન્મનો દાખલો બનાવ્યો
આ બનાવટી દાખલામાં ભોગબનનાર સગીરાની જન્મ તારીખ એપ્રિલ- ૧૯૯૮ની લખી અમરાપરા તલાટીમંત્રીના ખોટા સહી સિક્કા કરાવ્યા હતા. તો બીજી તરફ આ જન્મ દાખલાની નકલ તથા લગ્ન નોંધણી અંગેના જરૂરી ફોર્મ ભરી નોટરી વકીલ પાસે સોગદનામું કરી આ ભોગબનનાર સગીરાના ખોટા બનાવટી દાખલાનો સાચા દાખલા તરીકે ઉપયોગ કરી આરોપીએ જુનાગઢ જીલ્લાના પાદરીયા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી પાસે લગ્ન નોંધણી કરી હતી. લગ્ન નોંધણીકરીને લગ્નનું સર્ટિફિકેટ પણ મેળવ્યું હતું. આરોપીએ સગીરા સાથે અવારનવાર શરીર સંબંધ પણ બાંધ્યા હતા.








