મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં એક કરોડના ડ્રગ્સમાં ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપી નેપાળથી આવતા જ દબોચાયો

સુરતના લાલગેટમાંથી SOGએ સાડા 3 મહિના પહેલા 1 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ ગુ

સુરતમાં એક કરોડના ડ્રગ્સમાં ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપી નેપાળથી આવતા જ દબોચાયો

સુરતના લાલગેટમાંથી SOGએ સાડા 3 મહિના પહેલા 1 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ ગુનામાં 33 વર્ષીય ડ્રગ્સ માફીયા શેહબાઝ આલમ ઈરશાદ હુસૈન ખાન (33) (અખાડા સ્ટ્રીટ, રામપુરા, મૂળ પરસવા ગામ, યુપી)ને લાલગેટ પોલીસે ઝડપી પાડ્યો છે. ડ્રગ્સ પકડાયું ત્યારે શેહબાઝ યુપી વતન ભાગી ગયો અને ત્યાંથી બોર્ડર ક્રોસ કરી નેપાળ જતો રહ્યો હતો. નેપાળથી ફરી યુપી આવી ગયો હતો. યુપીથી પાછો સુરત આવતા લાલગેટ પોલીસે પકડી લીધો હતો.

એક ટ્રીપના 5 હજાર અપાતા

મુખ્ય સૂત્રધાર મોહંમદ કાસીફ શહેબાઝને એક ટ્રીપના 5 હજાર રૂપિયા આપતો હતો. એમડી ડ્રગ્સ લેવા માટે આરોપી 3 વખત સાગરિતો સાથે મુંબઈ ગયો હતો. આરોપી યાર્ન વેસ્ટેજનો ધંધો કરે છે.મુખ્ય સૂત્રધાર મોહંમદ કાસીફ ઈકબાલ ઉર્ફે પસીના શેખ અને શહેબાઝઆલમ છેલ્લા 6 વર્ષથી ચાલાકીથી ઘરની બહાર લોક મારી ટેરેસ પરથી ડોલ મોકલી નીચે ગ્રાહકોને એમડીની ડિલિવરી આપતા હતા.જ્યારે ગ્રાહકોને ડ્રગ્સ લેવા અને રૂપિયા આપવા અલગ જગ્યાઓ પર બોલાવતા હતા. અગાઉ SOGએ મુસ્લિમ વેશ ધારણ કરી ઉત્તરપ્રદેશની દરગાહ પાસેથી ડ્રગ્સ માફીયા કાસીફને પકડી પાડ્યો હતો. અત્યાર સુધીમાં આ ગુનામાં 8 જણા પકડાયા છે.

બેગ ફેંકી ભાગી ગયેલા

ડ્રગ્સ માફીયા કાસીફના મોબાઇલમાં વોટ્સએપ કોલ મળ્યા હતા.જેમાં તેણે યુએઈ અને દુબઈમાં તેમજ મુંબઈમાં 12 જણાને કોલ કર્યો હતો. 29મી એપ્રિલે લાલગેટના લાલમિયાં મસ્જિદ નજીક મદ્રેસા પાસે બે ડ્રગ્સ માફીયા એમડીનો મોટો જથ્થો લઈને આવતા હોવાની માહિતી એસઓજીને મળી હતી. આરોપીઓને પકડવા જતા બાઇક અને મોપેડ મુકી લેપટોપની બેગ રોડ પર ફેંકી શેરીમાં ભાગી ગયા હતા. બેગમાં પોલીસે ચેક કરતા તેમાંથી 1 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

આ સમાચાર શેર કરો