મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડના કપરાડાના દુષ્કર્મનો આરોપી ફિરોઝ ફરાર, લાજપોર જેલમાં હતો જ્યુડિશિયલ કસ્ટડીમાં

વલસાડ જિલ્લાના કપરાડા પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મના કેસમાં પકડાયેલો આરોપી ફિરોઝ ફરાર થઈ ગયો છે. કપરાડા પોલીસે આરોપ

વલસાડના કપરાડાના દુષ્કર્મનો આરોપી ફિરોઝ ફરાર, લાજપોર જેલમાં હતો જ્યુડિશિયલ કસ્ટડીમાં

વલસાડ જિલ્લાના કપરાડા પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મના કેસમાં પકડાયેલો આરોપી ફિરોઝ ફરાર  થઈ ગયો છે. કપરાડા પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ બાદ તેને સુરતની લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો.

તબિયત લથડવાનું બહાનું કાઢ્યું

થોડા દિવસ પહેલા આરોપી ફિરોઝે જેલમાં તબિયત લથડવાનું બહાનું કાઢ્યું હતું. તેને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 24 ફેબ્રુઆરીના રોજ આરોપીએ પોલીસ જવાનોની નજર ચૂકવીને ફરાર થવામાં સફળતા મેળવી હતી.

નાકાબંધી કરાઈ

ઘટનાની જાણ થતાં સુરત અને વલસાડ પોલીસની ટીમે આજુબાજુના વિસ્તારમાં નાકાબંધી કરી આરોપીને શોધવાની કામગીરી શરૂ કરી છે. હજુ સુધી આરોપી મળી આવ્યો નથી. સુરત પોલીસ મથકે આરોપીના ફરાર થવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. વલસાડ પોલીસ અને સુરત પોલીસની અલગ અલગ ટીમો મળી પોકસોના ગુનાનો આરોપી ફિરોઝને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો