ગોધરા NEET કૌભાંડમાં નવો ઘટસ્ફોટ, આરોપી તુષાર ભટ્ટ શિક્ષક ન હોવા છતાં નીટ કેન્દ્રનો સુપ્રિટેડન્ટ બનાવાયો
ગોધરા નીટ પરીક્ષા કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ ઘટનાની તપાસ કરી રહેલી CBI દ્વાર

ગોધરા નીટ પરીક્ષા કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ ઘટનાની તપાસ કરી રહેલી CBI દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. CBI પૂછપરછમાં નવો ઘટસ્ફોટ થયો છે. આરોપી તુષાર ભટ્ટ શિક્ષક ન હોવા છતાં નીટ કેન્દ્રનો સુપ્રિટેડન્ટ બનાવવામાં આવ્યો હતો.
નીટ મુદ્દે ફરિયાદ નોંધાયા બાદ તુષાર ભટ્ટ સ્કૂલમાં ફરજ બજાવતો ન હોવા છતા દિક્ષિત પટેલ દ્વારા સ્કૂલમાંથી ફરજ મુક્ત કર્યો હોવાનો પત્ર જાહેર કર્યો હતો. CBI તપાસમાં જય જલારામ સ્કૂલના ચેરમેન દિક્ષિત પટેલે ગોળગોળ જવાબ આપ્યા હોવાનું બહાર આવ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે ગોધરા નીટ કૌભાંડના આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તમામ આરોપીઓની CBIએ કસ્ટડી મેળવી તમામને અમદાવાદ સાબરમતી જેલ લઇ જવામાં આવ્યા હતા.
નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની માહિતી મેળવાઇ રહી છે
ઉલ્લેખનીય છે કે જય જલારામ સ્કૂલને નીટની પરીક્ષાનું કેન્દ્ર ક્યારથી ફાળવવામાં આવ્યું તેમજ ક્યાં ક્યાં વિદ્યાર્થીઓએ આ કેન્દ્રમાં પરીક્ષા આપી તેની વિગતો CBI દ્વારા મેળવવામાં આવી રહી છે. હાલમાં જય જલારામ સ્કૂલના ચેરમેન દિક્ષિત પટેલને CBIએ ચાર દિવસના રિમાન્ડ પર લીધા બાદ તેમની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી. જય જલારામ સ્કૂલમાં નીટની અગાઉ થયેલી પરીક્ષામાં પણ ગેરરીતિની આશંકા જોવા મળી રહી છે. આ ઘટનામાં અન્ય પણ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા છે.






