સુરતમાં 1.14 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીનું જુઠ્ઠાણું થયું છતું, જામીન મેળવવા માતાને ગણાવી બિમાર
સુરત શહેર પોલીસના હાથે 1 કરોડ 4 લાખના ડ્રગ્સના કેસમાં ઝડપાયેલ આરોપીએ જામીન માટે હાઇકો

સુરત શહેર પોલીસના હાથે 1 કરોડ 4 લાખના ડ્રગ્સના કેસમાં ઝડપાયેલ આરોપીએ જામીન માટે હાઇકોર્ટમાં પોતાની માતાની તબિયત ખરાબ હોવાનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. હાઇકોર્ટ દ્વારા આ બાબતે પોલીસને તપાસના આદેશ આપતા. આ મેડિકલ સર્ટિફિકેટ ખોટું હોવાનું સામે આવ્યું અને જે ડોક્ટર દ્વારા આ સર્ટિફિકેટ બનાવ્યું છે તે ડોક્ટર પણ બોગસ હોવાનું સામે આવતા પોલીસે આ નકલી ડોક્ટર શોભીતસિંગ ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી. શોભિતસિંગ ઠાકુરની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેને આ નકલી સર્ટિફિકેટ રશેષ ગુજરાથી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા બનાવીને આપવામાં આવ્યા હતા. તેથી પોલીસે હાલ આ કેસમાં રશેષ ગુજરાથી અને ભૂપેન્દ્ર રાવતની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ સુરતમાં RTEના વિદ્યાર્થીઓના વાલીઓએ ખોટી વિગત આપી લીધા એડમિશન, શાળાએ માગી ફી
ડોક્ટરના સહિ સિક્કા કરાવ્યા
આરોપી આદિલે પોતાની માતા મુનિરા નૂરાનીને એનજીઓગ્રાફી કરાવવાની હોવાનું કારણ હાઇકોર્ટ સમક્ષ દર્શાવ્યું હતું અને આ કારણ દર્શાવીને પોતે જામીન અરજી કરી હતી. હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર મામલે આદિલની જામીન અરજીને લઇ સુરત પોલીસને તપાસ કરવા જણાવ્યું હતું અને આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેડિકલ સર્ટિફિકેટ તૈયાર કરી દેનાર ડોક્ટર શોભીતસિંગ ઠાકોરની પૂછપરછ કરવામાં આવી હતી અને તેને આ સર્ટીફીકેટમાં ડોક્ટર દિલીપ તડવીની સહી અને સિક્કો પણ લગાવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું.
ડોક્ટરે કોઈ સર્ટિ આપ્યું નહોતું
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડોક્ટર દિલીપ તડવીની પૂછપરછ કરતા તેને આ પ્રકારનું કોઈ સર્ટિફિકેટ ન બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટર દિલીપની પૂછપરછ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોભિતસિંગ ઠાકુર નામના ડોક્ટરની કડકાઈથી પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે શોભીતસિંગ ઠાકુર પાસે કોઈ પણ પ્રકારનું લાઇસન્સ નથી અને પોતે ડોક્ટરની ડિગ્રી પણ ધરાવતો નથી. ડોક્ટર ન હોવા છતાં પણ તે ગેરકાયદેસર રીતે સુરતના પાંડેસરા વિસ્તારમાં ક્રિષ્ના જનરલ એન્ડ્રોમા હોસ્પિટલ નામથી એક હોસ્પિટલ ચલાવી રહ્યો છે.
બોગસ ડોક્ટરે સર્ટિફિકેટ આપેલું
તેને જ ડોક્ટર દિલીપ તડવીની જાણ બહાર તેના હોદ્દાના સહી સિક્કા કરેલું મેડિકલ સર્ટિફિકેટ મુનીરા નૂરાનીને આપ્યું હતું અને આ મેડિકલ સર્ટિફિકેટમાં મુનીરાને અરજન્ટ એન્જીઓગ્રાફી તેમજ એનજીઓપ્લાસ્ટિ કરાવવાનું હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી ડોક્ટર શોભીત ઠાકુરની ધરપકડ 3 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેને આ નકલી બોગસ ડોક્ટરી સર્ટિફિકેટ આપનાર અને બોગસ ડોક્ટરો બનાવનાર રશેષ ગુજરાથી અને ભુપેન્દ્ર રાવત દ્વારા આપવામાં આવ્યુ હતું. તેથી આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રશેષ ગુજરાથી અને ભૂપેન્દ્ર રાવતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.








