મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નડિયાદમાં માનસિક ત્રાસથી યુવતીના આપઘાત મામલે આખરે રાજકીય વગ ધરાવતો આરોપી જેલમાં

ખેડા જિલ્લાના નડિયાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સલુણ ગામની યુવતીને માનસિ

નડિયાદમાં માનસિક ત્રાસથી યુવતીના આપઘાત મામલે આખરે રાજકીય વગ ધરાવતો આરોપી જેલમાં

ખેડા જિલ્લાના નડિયાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સલુણ ગામની યુવતીને માનસિક ત્રાસ અપાતા યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. બુટલેગર અંકિત મહીડા સલુણની સપના નામની યુવતીને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરતો હતો. યુવતી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. હોસ્પિટલ તેમજ ઘરે જઈ યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરવા, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આ આરોપી આપી રહ્યો હતો. આખરે યુવતી એ સેલ્ફોસની ગોળીઓ ખાઈ જીવન ટુંકાવ્યું છે.

આ પણ વાંચો : નડિયાદમાં લવ જેહાદ: પરિણીતાની મજબૂરીનો ફાયદો ઉઠાવી વિધર્મીએ કર્યું મહિલાનું આર્થિક અને જાતીય શોષણ

આ સમગ્ર ઘટના તા ૨૨ ઓક્ટોબરના રોજ બની હતી. ત્યારબાદ મૃતક યુવતીના ભાઈએ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશને ફરીયાદ આપવા અવાર નવાર ધક્કા ખાધા. જેના ૧૦ દિવસ બાદ નડિયાદ રૂલર પોલિસે ફરીયાદ નોંધી હતી. તેમજ આરોપી અંકિત મહીડા પર યુવતીના પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે.

આક્ષેપ લગાવતા પરિવારે કહ્યું હતું કે, આરોપી ઈંગ્લીશ દારૂનો ધંધો કરે છે, જુગારનો અડ્ડો ચલાવે છે તેમજ વ્યાજે રૂપિયા ફેરવવાનો ધંધો કરે છે. આ સાથે તે રાજકીય વગ ધરાવતો હોવાથી તેની પર રહેમ નજરથી છેલ્લાં ત્રણ મહિનાથી તે પોલીસની અટકાયતથી દુર છે.

આ બાબતે આરોપી અંકિત મહીડાએ આગોતરા જામીન માટે નડિયાદ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. અરજી ફગાવી દેતા આરોપી હાઇકોર્ટ પહોંચ્યો હતો. જ્યાં 29 જાન્યુઆરી એ પણ હાઇકોર્ટમાં જામીન ન મળ્યા. અને બીજા દિવસે આરોપીને આણંદ જિલ્લાની વાસદ પોલીસે દબોચ્યો હતો ત્યારબાદ આરોપીને નડિયાદ રૂરલ પોલીસને સોંપવામાં આવ્યો હતો. આખરે અંકિત મહીડાને બિલોદરા જેલ હવાલે કરાયો હતો.

આ સમાચાર શેર કરો