Porbandar: હિરલબા જાડેજા દ્વારા પઠાણી ઉઘરાણી મામલે વ્યાજખોર સાગરીત ઝડપાયો
Porbandar News: પોરબંદર વ્યાજખોરી કેસના સૂત્રધાર હિરેન ઓડેદરાને પોલીસે ઝડપી પાડ્યો છે. ગઈકાલે વ્યાજખોર હિરલબા જાડેજા અ

Porbandar News: પોરબંદર વ્યાજખોરી કેસના સૂત્રધાર હિરેન ઓડેદરાને પોલીસે ઝડપી પાડ્યો છે. ગઈકાલે વ્યાજખોર હિરલબા જાડેજા અને તેના સાગરીત હિરેન ઓડેદરા સામે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના પગલે પોલીસે હિરલબાના સાગરીત હિરેન ઓડેદરાને કમલાબાગ પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો. હરીશ પોસ્તરીયા નામના ફિશિંગના વ્યાપારીએ બંને સામે ફરિયાદ નોંધાવી હતી. ૭૫ લાખની રકમ સામે ૪ કરોડ વસૂલ કરી લીધાની ફરિયાદ નોંધાઈ હતી.
શું છે સમગ્ર મામલો?
પોરબંદરમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી હરીશ પોસ્તરિયાએ આરોપ લગાવ્યો કે, તેમણે 2012માં ભૂરા મુંજા પાસેથી 3 ટકા માસિક વ્યાજે 75 લાખ રૂપિયા લીધા હતા, જેની સામે હિરલબાએ 4 કરોડથી વધુની પઠાણી ઉઘરાણી કરી હતી.
પોરબંદર વ્યાજખોર કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાએ ભૂરા મુંજાના મોત બાદ હિરલબાએ ફરિયાદી પર દબાણ ચાલુ રાખ્યું. ત્યારબાદ હિરલબાનો ઓડિયો સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ઓડિયો વાયરલ થતાં હિરલબા અને તેમના સાથી હિરલ ઓડેદરા સામે ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.





