Ahmedabad: AMTS બસે એક્ટિવાને ટક્કર મારતા સર્જાયો અકસ્માત; માતા-પુત્ર નીચે પટકાયા, પુત્રનું મોત
અમદાવાદમાં અકસ્માતની ઘટના દિવસે અને દિવસે વધી રહી છે. ત્યારે શહેરના અનુપમ બ્રિજ પર AMTS બસ અને ટુ-વ્હીલરચાલ

અમદાવાદમાં અકસ્માતની ઘટના દિવસે અને દિવસે વધી રહી છે. ત્યારે શહેરના અનુપમ બ્રિજ પર AMTS બસ અને ટુ-વ્હીલરચાલક વચ્ચે અકસ્માત થતાં 12 વર્ષીય હેનિલ ગુપ્તાનું મોત થયું છે. ટુ-વ્હીલર પર સવાર માતા-પુત્રને અકસ્માત નડતા તેઓ નીચા પટકાયા હતા, જેમાં પુત્રને ગંભીર ઈજાઓ થઈ હતી આ સાથે જ મહિલાની સ્થિતિ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ ટ્રાફિક પોલીસે AMTS બસ ચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં ટ્રાફિક સુરક્ષા અંગે ફરી ચિંતા વ્યક્ત કરી છે.




