મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દ્વારકા હાઈવે પર સર્જાયો ભયંકર ત્રિપલ અકસ્માત, 7 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા 

દ્વારકા હાઈવે પર બરડીયા પાસે ટ્રાવેલ્સ બસ અને બે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમ

દ્વારકા હાઈવે પર સર્જાયો ભયંકર ત્રિપલ અકસ્માત, 7 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા 

દ્વારકા હાઈવે પર બરડીયા પાસે ટ્રાવેલ્સ બસ અને બે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 

ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર છે કે, મૃત્યુઆંક હજુ વધી શકે છે.

સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય પબૂભા માણેક ઘટના સ્થળે પહોંચ્યા

આ અકસ્માતના પગલે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય પબૂભા માણેક પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે.

આ સમાચાર શેર કરો