ભાવનગર: તળાજા હાઈવે પર એસટી બસને નડ્યો અકસ્માત, કંડક્ટરનું મોત; 5 મુસાફર ઘાયલ
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં ભાવનગરના તળાજા તાલુકાના ત્રાપજ બંગલા પાસે એસટી બસનો અકસ્મ

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં ભાવનગરના તળાજા તાલુકાના ત્રાપજ બંગલા પાસે એસટી બસનો અકસ્માત નડ્યો છે. ગુજરાત એસટીની આ બસ વડોદરાથી દિવ જઈ રહી હતી.
બસની રોડ સાઈડ બનાવેલા ટોયલેટ સાથે થઈ ટક્કર
બસના ડ્રાયવરે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે એસટી બસ રોડની સાઈડમાં બનાવેલા જાહેર ટોયલેટ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ડ્રાઈવરની બાજુની સાઈડનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો.
અકસ્માતમાં બસના કંડકટરનું ઘટના સ્થળે જ મોત
આ ગંભીર અકસ્માતમાં બસના કંડકટરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એસ ટીમાં સવાર પાંચથી વધુ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર તેમજ તળાજા ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો. અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.






