મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સામખિયાળી પાસે ખાદ્યતેલ ભરેલા કન્ટેનરને નડ્યો અકસ્માત, લોકોએ તેલ ભરવા પડાપડી કરી

કચ્છના સામખિયાળી પાસે હાઇવે પર ખાદ્યતેલ ભરેલા કન્ટેનરને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ

VIDEO: સામખિયાળી પાસે ખાદ્યતેલ ભરેલા કન્ટેનરને નડ્યો અકસ્માત, લોકોએ તેલ ભરવા પડાપડી કરી

કચ્છના સામખિયાળી પાસે હાઇવે પર ખાદ્યતેલ ભરેલા કન્ટેનરને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ કન્ટેનરમાંથી ખાદ્યતેલ ઢોળાતા લોકોએ તેલ ભરવા પડાપડી કરી હતી. માર્ગ પર તેલ ઢોળાતા અનેક વાહન સ્લીપ થયા હતા. 

ખાદ્યતેલ ભરેલા કન્ટેનરને નડ્યો અકસ્માત

પાલનપુર તરફથી કચ્છના પ્રવેશદ્વાર ગણાતા સામખિયાળી પાસે હાઇવે પર ખાદ્યતેલ ભરેલા કન્ટેનરને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત બાદ કન્ટેનરમાં ભરેલું તેલ રસ્તા પર ઢોળાયું હતું. તેલ ઢોળાતાં હાઇવે પરથી પ્રસાર થતા અનેક વાહન સ્લીપ ખાઇ ગયા હતા.

આ પણ વાંચો: VIDEO: સાબરકાંઠામાં પોલીસ નેમપ્લેટવાળી કાર ઝાડ સાથે અથડાતાં વળ્યો કચ્ચરઘાણ, બેના મોત 

બીજી તરફ કન્ટેનરમાંથી તેલ ઢોળાતા તેને ભરવા માટે અનેક લોકો ઉમટી પડ્યા હતા.હાઇવે પર પેટ્રોલિંગ ટીમ અને પોલીસ દ્વારા માર્ગ પર રેતી નાખીને માર્ગને સાફ કરવામાં આવ્યો હતો અને હાઇવેને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો