સુરત: નવા વર્ષે જ માંગરોળના વાંકલ નજીક બે કાર અને ચાર બાઈક વચ્ચે અકસ્માત, 2નાં મોત
નવા વર્ષના પ્રથમ દિવસે જ માંગરોળના વાંકલ નજીક બે કાર અને અને ચાર બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાય

નવા વર્ષના પ્રથમ દિવસે જ માંગરોળના વાંકલ નજીક બે કાર અને અને ચાર બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામ નજીક શનિવારે એક વિચિત્ર અકસ્માત થયો હતો. જેમાં બે કાર અને ચાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: VIDEO-'માણસો રજા પર છે કલાક બેસો, દિવાળીમાં ઉતાવળ નહી કરવાની', સુરતમાં સ્મશાન કર્મચારી-પરિવારજન વચ્ચે ચકમક
અકસ્માતના કારણે ટ્રાફિક જામ થયો હતોઅકસ્માતના પગલે ઘટના સ્થળે ટોળું એકઠું થઈ ગયું હતું. ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






