મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચોટીલા- સાયલા હાઇવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ચોટીલા- સાયલા હાઇવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અ

ચોટીલા- સાયલા હાઇવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ચોટીલા- સાયલા હાઇવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ ગંભીર અકસ્માતમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત તમામ વ્યક્તિઓને મુળીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

એસટી બસમાં કુલ 28 પેસેન્જર સવાર હતાં

એસટી બસમાં કુલ 28 પેસેન્જર સવાર હતાં. બસના ડ્રાઈવર, કન્ડક્ટર સહિત અન્ય પેસેન્જર ઈજાગ્રસ્ત થયા હતાં.ડ્રાઈવર અને કન્ડકટર તેમજ કેટલાક પેસેન્જરને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર અને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો