મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડભોઈ સીતપુર પાટિયા પાસે મીની લક્ઝરી અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત, એકનું મોત

વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાના સીતપુર પાટિયા પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક

ડભોઈ સીતપુર પાટિયા પાસે મીની લક્ઝરી અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત, એકનું મોત

વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાના સીતપુર પાટિયા પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક મીની લક્ઝરી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાઈક પર સવાર અન્ય એક યુવાનને ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આ ભયંકર અકસ્માતમાં મોતને ભેટનાર કિરીટ મહેશભાઈ તડવી નામનો યુવાન વડજ ગામનો રહેવાસી હતો. અકસ્માતની જાણ થતાં જ ડભોઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો