મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હારીજ-ચાણસ્મા હાઇવે પર ઈકો અને ટેન્કર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

પાટણના હારીજ-ચાણસ્મા હાઇવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. હાઈવે પર ઈકો અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્

હારીજ-ચાણસ્મા હાઇવે પર ઈકો અને ટેન્કર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

પાટણના હારીજ-ચાણસ્મા હાઇવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. હાઈવે પર ઈકો અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઈવે પર મંગળવારે ઈકો અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્તાત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડાયા છે. આશાપુરા માતાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇક્કો કારમાં સવાર 2 પુરુષો અને 1 મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.

અકસ્માતમાં ઈકો કારનો કચ્ચરઘાણ નિકળી ગયો 

બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતદહેને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, ઈકો કારનો કચ્ચરઘાણ નિકળી ગયો છે.

ત્રણેય મૃતકોના નામ

નવલસિંહ કેશરસિંહ રાઠોડ, પિતા
રવિન્દ્રસિંહ નવલસિંહ રાઠોડ, પતિ
તોરલબાં રવિન્દ્રસિંહ રાઠોડ ,પત્ની

આ સમાચાર શેર કરો