Jamnagarમાં કાર, રિક્ષા અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 3 મહિલા સહિત 5 ઈજાગ્રસ્ત
જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર-6માં મંગળવારે(10 ફેબ્રુઆરી) મોડી સાંજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. કાર, રિક્ષા અને બ

જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર-6માં મંગળવારે(10 ફેબ્રુઆરી) મોડી સાંજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. કાર, રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત થતાં ત્રણ મહિલા સહિત 5ને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્રિપલ અકસ્માતના બનાવના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
જામનગરમાં કાર, રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત
મળતી માહિતી મુજબ, જામનગરમાં પટેલ કોલોની વિસ્તારના મુખ્ય રોડ પર કાર પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક રિક્ષા વચ્ચે આવી જતાં કારચાલકે એકાએક કારને બ્રેક મારી દીધી હતી. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા એક બાઈક ચાલકની રિક્ષા સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટનામાં રિક્ષા માર્ગ પર પલટી મારી ગઈ હતી.
3 મહિલા સહિત 5ને ઈજા
અકસ્માતમાં રિક્ષામાં બેઠેલી બે આધેડ મહિલાઓ અને એક યુવતી સહિત ત્રણ વ્યક્તિ અને બાઈક પર સવાર બે યુવાનોને ઈજાગ્રસ્ત થયા હતા. પાંચેય ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ સમયે પોતાની દુકાન ભહાર ઉભેલા વેપારીના પગ પાસે જ બાઈક અને રિક્ષા અથડાઈને પડ્યા હતા. જોકે, થાંભલાના કારણે વેપારીનો ચમત્કારિક બચાવ થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.






