મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AMTS બસે વધુ એકનો જીવ લીધો: મણિનગરમાં સાઈકલ પર જતી સગીરાને ટક્કર મારતા મોત

અમદાવાદમાં એમટીએસ બસે વધુ એકનો ભોગ લીધો છે. મણિનગરમાં જવાહરચોક વિસ્તારમાં AMTSની બસે સાઈકલ લઈ

AMTS બસે વધુ એકનો જીવ લીધો: મણિનગરમાં સાઈકલ પર જતી સગીરાને ટક્કર મારતા મોત

અમદાવાદમાં એમટીએસ બસે વધુ એકનો ભોગ લીધો છે.  મણિનગરમાં જવાહરચોક વિસ્તારમાં  AMTSની બસે સાઈકલ લઈને જતી એક સગીરાને ટક્કર મારી હતી. જેમાં તેનું ઘટના સ્થળે  મોત નિપજ્યું હતું. સગીરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના મણિનગરના જવાહર ચોક ભૈરવનાથ માર્ગ પર પૂરપાટ ઝડપે જતી એમટીએસની બસે આજે સવારે સાઈકલ લઈને જતી એક સગીરાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં સગીરાનું મોત નિપજ્યું હતું. 

AMTS બસ ચાલકની ધરપકડ

બીજી તરફ આ બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. વિદ્યાર્થિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. AMTS બસ ચાલકની ધરપકડ કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો