ACBએ પૂર્વ IAS અધિકારી એસ.કે.લાંગા અને તેમના પુત્ર સામે નોંધ્યો ગુનો
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી) દ્વાર ગુજરાત સરકારના પૂર્વ IAS અધિકારી એસ.કે. લાંગા

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી) દ્વાર ગુજરાત સરકારના પૂર્વ IAS અધિકારી એસ.કે. લાંગા અને તેમના પુત્ર સામે 11 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધ્યો છે.
ગુજરાત સરકારના પૂર્વ IAS અધિકારી એસ.કે. લાંગાની થોડા સમય પહેલા ગાંધીનગર પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેમને ગાંધીનગર કોર્ટેમાં રજૂ કરાયા હતા. જે બાદ તેમના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં કરોડની જમીનને લઇને મહત્વની વિગતો સામે આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું છે કે ખેડા જિલ્લાના માતરના વિરોજા ગામમાં પૂર્વ IAS અધિકારી એસ.કે. લાંગાની નામે 72 એકર જમીન જમીન આવેલી છે. વટામણ-તારાપુર રોડ પર પણ કરોડો રૂપિયાની જગ્યા છે. અગાઉ SITએ આ જમીનની તપાસ કરી હતી.
શું છે કેસ?
એસ.કે.લાંગા વિજય રૂપાણી સરકારમાં ગાંધીનગરના કલેક્ટર હતાં. પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે-તે વખતના તત્કાલીન ચીટનીશ તથા RAC તથા પોતાના માણસોઓના આર્થિક ફાયદા માટે ષડયંત્ર રચ્યું હતું. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા હોવાનો પણ આરોપ છે.
સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા વ્યાસા સમિતિના રિપોર્ટના આધારે SITએ શરૂ તપાસ શરૂ કરી હતી. બાદમાં કાર્યવાહી ટાણે તેઓ માઉન્ટ આબુમાં હોવાની માહિતી મળતાં ગાંધીનગર પોલીસે ગુપ્ત ઓપરેશન હાથધરી તેમની ધરપકડ કરી હતી.








