મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગરમાં ACB ત્રાટકી, ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ અને પટાવાળો લાંચ લેતા ઝડપાયા

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ACB ત્રાટકી છે. જેમાં જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઓફીસ સુપ્

ગાંધીનગરમાં ACB ત્રાટકી, ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ અને પટાવાળો લાંચ લેતા ઝડપાયા

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ACB ત્રાટકી છે. જેમાં જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ અને પટાવાળો લાંચ લેતા ઝડપાયા છે.

ફરીયાદીને વાજપાઇ બેંકેબલ યોજના હેઠળ ઇકો ગાડી ખરીદવા સારૂ રૂ. 7.74 લાખની સબસીડી લોન લેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સહયોગ સંકુલ, ગાંધીનગર ખાતે સંપર્ક કરતા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના પટાવાળા પ્રવિણભાઇ મણીલાલ શ્રીમાળીએ ફરિયાદીનું ઓનલાઇન ફોર્મ ભરવાના, લોન ઝડપથી મંજુર કરાવી આપવાના અવેજ પેટે રૂ. 4200/- ની લાંચની માંગણી કરી હતી.

લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો જેને લઈને ACBએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સહયોગ સંકુલ, ગાંધીનગરના પટાવાળાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકર્યા હતા. આરોપી પટાવાળાએ સ્વીકારેલ નાણાં બાબતે આરોપી મૌલિક મહેન્દ્રભાઇ પટેલ ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ (ઇન્ચાર્જ મદદનીશ કમિશનર) એ સહમતી દર્શાવી બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરતા બન્ને આરોપીઓ પકડાઇ ગયા હતા. સમગ્ર મામલે એસીબીએ ગુન્હો નોંધી કારયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો