મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : 20 લાખની લાંચ લેનાર સરકારી વકીલ 3 દિવસના રિમાન્ડ પર, અન્ય 2 આરોપી જેલ હવાલે

કઠલાલ સિવિલ કોર્ટમાં સરકારી વકીલ, મેટ્રો કોર્ટમાં ફરજ બજાવતા વકીલે તેમજ વચોટ

અમદાવાદ : 20 લાખની લાંચ લેનાર સરકારી વકીલ 3 દિવસના રિમાન્ડ પર, અન્ય 2 આરોપી જેલ હવાલે

કઠલાલ સિવિલ કોર્ટમાં સરકારી વકીલ, મેટ્રો કોર્ટમાં ફરજ બજાવતા વકીલે તેમજ વચોટિયા વ્યક્તિ મારફતે રૂ.50 લાખની લાંચની માંગણી કરી રૂ.20 લાખની લાંચ સ્વીકારતા ACBના હાથે ઝડપાઈ ગયા છે. નરોડા મામલતદાર કચેરીની સામે આવેલી ઝેરોક્ષની દુકાનમાં રૂપિયા સ્વીકારતા રંગેહાથ ACBના છટકામાં આવી ગયેલા બે વકીલ સહીત વાચોટીયા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓ 

  • રાજેન્દ્ર ભરતભાઈ ગઢવી - સરકારી વકીલ 
  • સુરેશ પ્રહલાદભાઈ પટેલ - રાજેન્દ્ર ગઢવીનો મળતિયો વકીલ 
  • વિશાલ પટેલ - લાંચ લેવામાં વચેટિયાની ભૂમિકા 

ત્રણેય લાંચિયા આરોપીને 20 લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપ્યા 

કઠલાલ સિવિલ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર ભરતભાઈ ગઢવીએ જમીનના કેસમાં ફરીયાદીની તરફેણમાં ચુકાદો લાવી આપવા માટે થઈને રૂ.50 લાખની માંગણી કરી હતી, તેમજ કામ થાય તેની પહેલા રૂ.20 લાખ ચુકવવાના અને ચુકાદો તરફેણમાં આવ્યા બાદ બાકીના રૂ.30 લાખ આપવાના નક્કી થયા હતા. લાંચિયા સરકારી વકીલ રાજેન્દ્ર ભરતભાઈ ગઢવીએ મેટ્રો કોર્ટમાં ફરજ બજાવતા તેના મળતિયા વકીલ સુરેશ પ્રહલાદભાઈ પટેલ તથા વિશાલ પટેલ કે જે વચોટિયા તરીકેની ભૂમિકા અદા કરી હતી.

આ ત્રણેય લાંચિયા આરોપીને ACBએ નરોડા મામલતદાર કચેરીની સામે આવેલી ઝેરોક્ષની દુકાન પાસેથી રૂ.20 લાખની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ દબોચી લીધા છે. 

સામાન્ય રીતે સરકારી વકીલની ભૂમિકા ફરિયાદીનો કેસ લડવાની રહેતી હોય છે. પરંતુ કેટલાક લાંચિયા સરકારી વકીલો ફરીયાદીની તરફેણમાં નિર્ણય લાવી આપવાનું કહીને, ધારદાર દલીલો કરીશું વિગેરે મુજબના વાયદાઓ કરીને ફરીયાદી પાસેથી પણ રૂપિયા વસુલાતા હોવાના કિસ્સાઓ ધ્યાને આવી ચુક્યા છે. 

કેટલાક સરકારી વકીલોની ફરિયાદ ભૂતકાળમાં થઇ છે પરંતુ સમ ખાવા પુરતી પણ કાર્યવાહી થઇ નથી. આવા બનાવો અંગે ભૂતકાળમાં અનેક રજુઆતો કોર્ટમિત્ર સમક્ષ અને કોર્ટમાં અરજી સ્વરૂપે કરવામાં આવી ચુકી છે, છતાંય કોઈ દાખલારૂપ કામગીરી કરવામાં આવી હોય તેવું ધ્યાને આવ્યું નથી. ACBએ કઠલાલ સિવિલ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર ગઢવી અને તેમની લાંચિયા ટીમ વિરુદ્ધ કાર્યવાહી કરીને નોંધપાત્ર રૂપ કામગીરી કરી છે.

આ સમાચાર શેર કરો