મોટા સમાચાર / ACBએ રાજકોટના ડે.ફાયર ઓફિસર બી. જે. ઠેબા સામે આવક કરતા વધુ સંપત્તિનો ગુન્હો નોંધી ધરપકડ કરી
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે એક બાદ એક અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. TPO મનસુખ સાગઠીયા અને Dy Eng

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે એક બાદ એક અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. TPO મનસુખ સાગઠીયા અને Dy Eng મુકેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે ગૌતમ જોશી અને રોહિત વિગોરાને અગાઉ સરકારના આદેશથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે ACBએ રાજકોટના ડે.ફાયર ઓફિસર સામે આવક કરતા વધુ સંપત્તિનો કેસ નોંધ્યો છે.
અવાક કરતા 67.27% વધુ સંપત્તિ, ડે.ફાયર ઓફિસર બી. જે. ઠેબા સામે કાર્યવાહી
રાજકોટ મહાનગરપાલિકાના ડે.ફાયર ઓફિસર બી. જે. ઠેબા સામે એન્ટી કરપ્શન બ્યુરો-ACBએ અપ્રમાણસાર મિલકત એટલે કે આવક કરતા વધુ સંપત્તિનો ગુન્હો દાખલ કર્યો છે અને ધરપકડ કરી છે.
ગત અઠવાડિયે બી.જે. ઠેબાની ઓફિસ તેમજ ઘર ખાતે ACB દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ACBની તપાસમાં બી. જે. ઠેબાની અવાક કરતા 67.27% વધુ સંપત્તિ મળી આવી હતી.
ACBની તપસમાં સામે આવ્યું છે કે ડે.ફાયર ઓફિસર બી. જે. ઠેબાએ પોતાના પદનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરી આર્થિક લાભ મેળવ્યો છે, તથા પોતાના તેમજ પોતાના આશ્રિતોના નામે મિલકતમાં રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે.








