મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

NEETના પેપર લીકને લઈને સુરતમાં ABVPના ઉગ્ર દેખાવ, કડક કાર્યવાહીની માગ સાથે કરાયું પૂતળા દહન 

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલી નીટની પરીક્ષાને લઈને દેશભરમાં ઉહાપોહ મચ્યો

NEETના પેપર લીકને લઈને સુરતમાં ABVPના ઉગ્ર દેખાવ, કડક કાર્યવાહીની માગ સાથે કરાયું પૂતળા દહન 

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલી નીટની પરીક્ષાને લઈને દેશભરમાં ઉહાપોહ મચ્યો છે. ત્યારે પેપર લીક અને વ્યાપક અનિયમિતતાને લઈને એબીવીપી દ્વારા સુરતમાં ઉગ્ર દેખાવ કરવામાં આવ્યાં હતાં. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટ ઉપર એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેપર લીક કરનાર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. એબીવીપી દ્વારા પૂતળા દહન કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

ન્યાય માટે લડત

ક્રિતી રાજપૂતે કહ્યું કે, એબીવીપી વિદ્યાર્થીઓ સાથે ઉભું છે. 9 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી. તેમની સાથે રમત રમાઈ છે. આ પરીક્ષા ખરીદી લેવાઈ હોવાથી અન્યાય થયો છે. જેથી અમારી ન્યાયની માગ છે. આવી ઘટના બીજીવાર ન સર્જાય તે માટે અમે દેખાવો કરી રહ્યાં છે. અમે વિદ્યાર્થીઓની મહેનત અને તેમના રૂપિયાનું વળતર અપાવવા પ્રયત્ન કરી રહ્યાં છીએ. 

વિદ્યાર્થીોનું હિત સર્વોપરી

જયદીપ જીંજાળાએ કહ્યું કે, એનટીએ દ્વારા છબરડા કરાયા છે. જેથી દેશભરમાં અમે વિરોધ કરી રહ્યાં છીએ. જે પણ સંડોવાયેલા છે. તેમની સાથે કાર્યવાહી કરવામાં આવે. સાથે જ આ ભ્રષ્ટ તંત્રને સદબુદ્ધી મળે તે માટે અમે રામધૂન પણ કરી છે. વિદ્યાર્થીઓનું હિત જ્યાં સંકળાયેલું છે તેવી પરીક્ષામાં ગેરરીતિ જરા પણ સાંખી લેવાય તેમ નથી. 

આ સમાચાર શેર કરો