મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને ABVP આકરા પાણીએ, સુરતની યુનિવર્સિટીમાં કરી તાળાબંધી

નીટની પરીક્ષામાં સર્જાયેલા છબરડાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સુરતમાં GCAS પોર્ટલ પર વિદ્યાર્થી

GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને ABVP આકરા પાણીએ, સુરતની યુનિવર્સિટીમાં કરી તાળાબંધી

નીટની પરીક્ષામાં સર્જાયેલા છબરડાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સુરતમાં GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓને થતી તકલીફોને લઈને નવું જ આંદોલન શરૂ થયું છે. એબીવીપી દ્વારા રાજ્યભરમાં GCAS પોર્ટલને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીના કાર્યકરો દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસે કાર્યકરોની અટકાયત પણ કરી હતી.

પોર્ટલને લઈને વિરોધ

એબીવીપી દ્વારા આજે યુનિવર્સિટીમાં તાળાબંધી કરી વિરોધનો કાર્યકમ આપ્યો હતો. GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતં. એબીવીપી દ્વારા રાજ્ય વ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. યુનિવર્સિટીમાં એક કલાક માટે તાળાબંધી કરવામાં આવી હતી. અન્ય જિલ્લાઓમાં જાહેર રસ્તા પર પ્રદર્શન કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હોવાનું એબીવીપી દ્વારા કહેવાયું હતું. 

ખાનગી કોલેજીસની મનમાની

એબીવીપી દ્વારા કહેવાયું કે, શૈક્ષણિક વર્ષ 2024થી રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયાના પહેલા દિવસથી વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ રાઉન્ડના પરિણામમાં છબરડા સામે આવ્યા હતાં. જેથી સામાન્ય વિદ્યાર્થીઓને એડમિશનમાં ભારે તકલીફો ઉભી થઈ છે. લાયક વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં તકલીફો પડી રહી છે. ખાનગી કોલેજીસ પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. GCAS પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદો ઉઠી હતી.

આ સમાચાર શેર કરો