ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક, બાંગલાદેશ નિકાસના પ્રશ્ન બાબતે લેખિતમાં રજૂઆત
રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ વર્ષ દરમિયાન ડુંગળીની પુષ્કળ આવક જોવા મળી હતી. આજે હાઈવે

રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ વર્ષ દરમિયાન ડુંગળીની પુષ્કળ આવક જોવા મળી હતી. આજે હાઈવે પર વાહનોની ૬થી ૭ કીમી લાંબી લાઇનો લાગી હતી. હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બંધ આવક હોવા છતાં ખેડૂતો ડુંગળી લઈને પહોંચે છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ ખેડૂતોના પ્રશ્નો બાબતે કૃષિ મંત્રીને રજૂઆત કરી જેમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ સહિત વિવિધ મુદ્દા અંગે રજૂઆત કરાઇ.
આ પણ વાંચો : રાજકોટ મનપામાં 7 મહિનામાં 18 અધિકારીઓના રાજીનામા, શહેર ભાજપ પ્રમુખે આપ્યું નિવેદન
સરકાર ખેડૂત પ્રત્યે રહેમરાહ રાખીને બાંગ્લાદેશ નિકાસ થતી ડુંગળીની કસ્ટમ ડ્યુટી ઘટાડે તેમજ ખેડૂતોને વ્યાજબી બજાર ભાવ મળી રહે તેવી પણ કૃષિ મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ખેડુતોને આ વખતે ડુંગળીના ૨૦ કિગ્રાના ૧૦૦થી ૫૦૦ રૂપિયા સુધીનાં બજાર ભાવ મળ્યા. જૂનાગઢ ગીર સોમનાથ જામનગર પોરબંદર સહિત સૌરાષ્ટ્ર ભરના ખેડુતો ડુંગળી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે.




