મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં બોગસ ડોક્ટરની ભરમાર, વગર ડિગ્રીએ ગુપ્ત રોગની સારવાર કરતાં વધુ 2નો પર્દાફાશ

સુરતમાં બોગસ હોસ્પિટલ બાદ ડોક્ટર બનાવવાની બોગસ ડિગ્રીઓ મળ્યા બાદ વધુ બે બોગસ ડોક્ટર ઝડ

સુરતમાં બોગસ ડોક્ટરની ભરમાર, વગર ડિગ્રીએ ગુપ્ત રોગની સારવાર કરતાં વધુ 2નો પર્દાફાશ

સુરતમાં બોગસ હોસ્પિટલ બાદ ડોક્ટર બનાવવાની બોગસ ડિગ્રીઓ મળ્યા બાદ વધુ બે બોગસ ડોક્ટર ઝડપાયા છે. વરાછા વિસ્તારમાં દવાખાનું ખોલીને ઉટવૈદુ કરતા કોલકતાના વતની એવા બોગસ ડોકટર બે સગા ભાઇઓને પોલીસ પકડી પાડ્યા છે. પકડાયેલા બોગસ ડોક્ટરો પૈકી એક ગુપ્ત રોગની સારવાર કરતો હતો જ્યારે બીજો જનરલ પ્રેક્ટિસ કરતો હતો.

આ પણ વાંચોઃ રાજસ્થાનથી સુરત આવી રહેલા યાત્રીઓને ટ્રેનમાં કડવો અનુભવ, અરવલ્લી એક્સપ્રેસમાં સામાન ચોરી બાદ માથાકૂટ

ગુપ્ત રીતે થઈ રેડ

દવાખાનાની હાટડી ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાનમાં વરાછા પોલીસને બાતમી મળી હતી કે, મૂળ કોલકત્તાના વતની બે ભાઇઓ દવાખાના ચલાવી રહ્યા છે. પીઆઇ આર.બી. ગોજીયા અને સ્ટાફે લંબે હનુમાન રોડ સ્થિત કોમ્પલેક્ષમા આવેલા વગર ઓપરેશને ગુપ્ત રોગના ક્લિનિક પર છાપો માર્યો હતો. 

ઈન્જેક્શન પણ આપતા

પોલીસે તપાસ કરતા જુગલ બિશ્વાસ ગુપ્ત રોગની સારવાર કરતો હતો. તે હાઇડ્રોસીલ, મસા અને ગુપ્ત રોગની સારવાર કરતો હતો. જ્યારે તેનો ભાઇ મિલન બિશ્વાર વરાછા ખારવા ચાલ ખાતે હર્બલ ક્લિનિક ચલાવતો હોવાનું જાણવા મળતા પોલીસે ત્યાં દરોડા પાડીને મિલનની અટક કરી હતી.બોગસ તબીબ મિલનની ક્લિનિકમાંથી પોલીસને એલોપેથીની દવાઓ ઉપરાંત ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા. આ બંને ભાઇઓ માત્ર 12 પાસ હોવા છતા છેલ્લા સાત આઠ વર્ષથી ક્લિનિક ખોલીને પ્રેક્ટિસ કરતા હતા.

આ સમાચાર શેર કરો