મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપમાં ભરતી મેળો યથાવત, સુરતમાં AAPના માલધારી સેલના હોદ્દેદારો, 100 કાર્યકરો જોડાયા

ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ભરતી મેળો ચાલી રહ્યો છે. ત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગણતરીના દિવસો મતદ

ભાજપમાં ભરતી મેળો યથાવત, સુરતમાં AAPના માલધારી સેલના હોદ્દેદારો, 100 કાર્યકરો જોડાયા

ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ભરતી મેળો ચાલી રહ્યો છે. ત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગણતરીના દિવસો મતદાન આડે બાકી રહ્યાં છે. ત્યારે પણ ભાજપમાં બીજા પક્ષમાંથી આવનારા હોદ્દેદારો અને કાર્યકરોને આવકારવામાં આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના માલધારી સેલના હોદ્દેદારો અને કાર્યકરોને ભાજપ પ્રમુખ પાટીલે ખેસ પહેરાવ્યા હતાં.

સાવરણો છોડી કમળ પકડ્યું

કોંગ્રેસ-આપમાંથી ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. સુરતના કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં માલધારી સેલના અલગ અલગ જિલ્લાના અને પ્રદેશના હોદ્દેદારોએ કેસરિયો ધારણ કર્યો હતો. માલધારી સેલના અગ્રણીઓ દ્વારા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. અંદાજે હોદ્દેદારો સહિત સો જેટલા કાર્યકર્તાઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા.

વિચારધારાને કારણે જોડાયા

આપના માલઘારી સેલના પ્રદેશ ઉપપ્રમુખ રહી ચૂકેલા પિયુષ દેસાઈએ કહ્યું કે, આપમાં અમે કામ કરતા હતા. પરંતુ, ત્યાં લોકોના પ્રશ્નોનો ઉકેલ આવતો નહોતો. તેના કારણે આખરે અમારે આમ આદમી પાર્ટી છોડવી પડી છે. હાલ આજે અમે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપ જોડાયા છીએ. વિચારધારાના કારણે અમે ભાજપમાં આવવાનો નિર્ણય કર્યો છે.

આ સમાચાર શેર કરો