મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં AAPએ વિરોધ દર્શાવવા ઝાડુ ફેરવી કહ્યું- સ્વચ્છતાના નામે અબજોના ધુમાડા બાદ પણ શાળાઓને નથી મળતી સફાઈ ગ્રાન્ટ

સુરતમાં શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં 'આમ આદમી પક્ષ' દ્વારા સફાઈ-અભિયા

સુરતમાં AAPએ વિરોધ દર્શાવવા ઝાડુ ફેરવી કહ્યું- સ્વચ્છતાના નામે અબજોના ધુમાડા બાદ પણ શાળાઓને નથી મળતી સફાઈ ગ્રાન્ટ

સુરતમાં શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં 'આમ આદમી પક્ષ' દ્વારા સફાઈ-અભિયાન હાથ ધરીને રચનાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધમાં નેતાઓ અને કાર્પોરેટર સહિતના પદાધિકારીઓ જોડાયા હતાં. જેમણે શાળાની યોગ્ય રીતે સફાઈ કરીને વિરોધ પ્રદર્શિત કરતાં બેનર દર્શાવ્યા હતાં.

શાળાઓને ગ્રાન્ટ નથી મળતી

આપના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ કહ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપૂની જન્મજયંતિ સમયે સ્વચ્છ ભારત મિશનને દસ વર્ષ પૂર્ણ થયા છે. આ યોજનામાં અબજો રૂપિયા વપરાય છે. આમ છતાં, ગુજરાતની સરકારી શાળાઓમાં શાળા-સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ આપવામાં આવતી નથી. જેથી વિદ્યાર્થીઓએ સફાઈ કરવી પડે છે અથવા તો શાળા અસ્વચ્છ રહે છે. 

સ્કૂલમાં સફાઈકર્મીની નિમણૂંકની માગ

શિક્ષણમંત્રીના પોતાના શહેર અને વિસ્તારમાં શાળાઓને સાફ-સફાઈ માટે માત્ર 2 થી 4 હજાર રૂપિયાની ગ્રાન્ટ દર મહિને આપવામાં આવે છે. આને કારણે બાળકોએ ગંદી જગ્યામાં ભણવું પડે છે. મધ્યાહન ભોજન લેવું પડે છે.ગુજરાતના તમામ વાલીઓ વતી અમારી માંગણી છે કે, ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓની નિમણુંક કરવામાં આવે અને એ નિમણુંક ન થાય ત્યાં સુધી શાળા-સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવી જોઈએ તેમ વધુમાં આપ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો