Botad news: આમ આદમી પાર્ટીની મહાપંચાયત, શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ગુજરાતના બોટાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. બોટાદમાં APMCખાતે ખેડૂતોના શોષણના મુદ્દે થયેલ

ગુજરાતના બોટાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. બોટાદમાં APMCખાતે ખેડૂતોના શોષણના મુદ્દે થયેલ વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે મહા પંચાયત યોજાવાની છે. મળતા અહેવાલ પ્રમાણે ખેડૂતોએ ગંભીર આરોપ લગાવ્યો છે કે જણસના વેચાણમાં કડદો કરવામાં આવે છે, તે મામલે હોબાળો મચાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે બોટાદ APMC ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
બોટાદમાં યોજાશે મહા પંચાયત
વેપારીઓ દ્વારા હરાજીમાં ખરીદેલ જણસ મિલ માં ખાલી કરતી વખતે ઓછો ભાવ આપવાનું કહી ખેડૂતોની મજબૂરીનો ફાયદો વેપારીઓ ઉઠાવી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બોટાદમાં ખેડૂતોનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.



