મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મેડિકલ કોલેજમાં થયેલા ફી વધારાના વિરોધમાં સુરતમાં આમ આદમી પાર્ટીએ યોજ્યુ વિરોધ પ્રદર્શન

ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુ તબીબી કોલેજો ખોલ

મેડિકલ કોલેજમાં થયેલા ફી વધારાના વિરોધમાં સુરતમાં આમ આદમી પાર્ટીએ યોજ્યુ વિરોધ પ્રદર્શન

ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુ તબીબી કોલેજો ખોલવામાં આવેલી છે. પરંતુ તાજેતરમાં ગુજરાત મેડિકલ એડયુકેશન અને રિસર્ચ સોસાયટી (G.M.E.R.S) તરફથી એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી - સેલ્ફ ફાયનાન્સ/મેનેજમેંટ ક્વોટા માટે વાર્ષિક ફીના ધોરણમાં લગભગ 55% થી માંડીને 80 ટકા જેટલો ન પોષાય તેવો ફી વધારો કરવામાં આવ્યો છે. જેના વિરોધમાં આમ આદમી પાર્ટી સુરતના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓનું ભણતર મોંઘુ થયું

જનરલ ક્વોટા માટે વાર્ષિક ફી રૂપિયા ૫.૫૦ લાખ અને મેનેજમેંટ ક્વોટા માટે ફી ૧૩ લામ જાહેર કરવામાં આવી છે. આ વાર્ષિક ફી ગત વર્ષેમાં જોઈએ તો આ (મેનેજમેંટ ક્વોટા) લેવામાં આવતી હતી. જે આ વર્ષથી લાગુ કરેલ ફી ડબલ કરતા બમણી કરવામાં આવી છે. લાગુ કરેલ ફી વધારાથી જનરલ ક્વોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની M.B.B.Sની ડિગ્રી ૨૧ લાખ થી મેળવતો હતી તે આ વર્ષથી વધીને  મેનેજમેટ ક્વોટામાં ૪૦.૫૦ લાખમાં મેળવતો થશે.

સરકાર ફી વધારો પરત ખેંચે-આપ

આપના નેતાએ કહ્યું કે, સરકાર ગુજરાતની જનતા સમક્ષ વારંવાર મોટા ઉપાડે ડબલ-એન્જિન અને સંવેદનશીલ સરકારના નારાઓ લગાવે છે. શું આ રીતે ગરીબ અને મધ્યમવર્ગના બાળકો પોતાનું ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ કરશે ??? બીજું કે કદાચ આ રીતે ડોક્ટર બન્યા પછી પણ તે સમાજના લોકોની આરોગ્યપ્રદ સેવાઓ કરશે કે પછી અભ્યાસકાળ દરમ્યાન તેને માથે ચડી ગયેલ આર્થિક બોજને પહોંચી વળવા માટે સામાન્ય જનતાના ખિસ્સા ઉપર કાતર મૂકશે?...જેથી ગુજરાત સરકાર આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચે તેવી માંગ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો