મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો સરકારના બજેટનો અનોખો વિરોધ, ટ્રેક્ટર લઈને સચિવાલય પહોંચી ગયા

ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટના વિરોધમાં

ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટના વિરોધમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઈને સચિવાલય પહોંચ્યા હતા.ખેડૂતોના પ્રશ્નો અને બજેટની જોગવાઈઓ સામે વિરોધ દર્શાવતા હેમંત ખવા અને તેમના ટેકેદારોને પોલીસે ગેટ પર જ અટકાવ્યા હતા.

ગુજરાત સરકારે રજૂ કરેલ બજેટને લઈને વિરોધ કર્યો 

આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આખરે પોલીસે ધારાસભ્ય સહિતના કાર્યકરોની અટકાયત કરી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ગુજરાત સરકારે રજૂ કરેલ બજેટને લઈને વિરોધ કર્યો હતો, ઉલ્લેખનીય છે કે તેમણે આરોપ લગાવ્યો હતો કે ગામડાઓને 33000 કરોડની ફાળવણી કરવામાં  આવી છે. ખેડૂતો માટે બજેટમાં ઓછી ફાળવણી કરાતા આપ પાર્ટીના નેતા વિરોધ કરવા પહોંચ્યા હતા.

આ સમાચાર શેર કરો