Junagadh news: આમ આદમી પાર્ટીના નેતાએ સ્વાસ્થ્ય અંતર્ગત આપ્યું રાજીનામું, હવે જોડાશે માણાવદર કોંગ્રેસમાં
ગુજરાતના રાજકારણમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં જૂનાગઢના રા

ગુજરાતના રાજકારણમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં જૂનાગઢના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના એંધાણ વર્તાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે માણાવદર બેઠક પરથી 'આમ આદમી પાર્ટી'ની ટિકિટ પર ચૂંટણી લડી ચૂકેલા દિગ્ગજ નેતા કરશન ભાદરકા કોંગ્રસ સાથે જોડાય તેવી અટકળો સામે આવી છે.
સ્વાસ્થ્યના બહાના હેઠળ 'આપ'માંથી રાજીનામું આપ્યું
થોડા સમય પૂર્વે સ્વાસ્થ્યના બહાના હેઠળ 'આપ'માંથી રાજીનામું આપ્યા બાદ, આજે તેમણે સોશિયલ મીડિયા પર કોંગ્રેસમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી છે. કરશન ભાદરકાએ રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથેની મુલાકાતનો ફોટો શેર કરીને રાજકીય ચર્ચાઓ તેજ કરી દીધી છે. નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં કરશન ભાદરકાએ આહિર મતોનું વિભાજન કરી ભાજપની જીતનો માર્ગ મોકળો કર્યો હોવાનું મનાય છે.



