Jamnaagr news: આમ આદમી પાર્ટી ફરી એક વખત વિવાદમાં, સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ પર લાખો રૂપિયાની છેતરપિંડીનો આરોપ
જામનગરમાં આમ આદમી પાર્ટી ફરી એક વખત શરમજનક વિવાદમાં

જામનગરમાં આમ આદમી પાર્ટી ફરી એક વખત શરમજનક વિવાદમાં સપડાઈ છે. અને આ વખતે મામલો સીધો વિશ્વાસઘાત અને લાખોની છેતરપિંડીનો છે. સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ પ્રકાશ દોંગા પર 60 લાખ રૂપિયા ગળી જવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. બ્રાસ સ્ક્રેપના વેપારીએ જીએસટી વિભાગની નોટિસ બાદ વિશ્વાસ રાખીને જે રકમ જીએસટીમાં ભરવા માટે આપી હતી, એ જ રકમને પ્રકાશ દોંગાએ પોતાના ખિસ્સામાં ઉતારી દીધી હોવાના આક્ષેપોએ રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે.
60 લાખની છેતરપિંડીનો આરોપ
આ માત્ર આક્ષેપ નથી, આ સીધો વિશ્વાસનો ગળું ઘોટવાનો કિસ્સો છે. જે પૈસા સરકારના ખાતામાં જવાના હતા, તે વ્યક્તિગત ઉપયોગમાં વાપરી દેવામાં આવ્યા હોવાનો આરોપ પક્ષની ઈમાનદારીની છબીને ચકનાચૂર કરી નાખે છે.
પોલીસ મથકમાં જગદીશ રામોલીયા અને પ્રકાશ દોંગા સામે ગુનો
ફરિયાદી વેપારીએ પંચ બી ડિવિઝન પોલીસ મથકમાં જગદીશ રામોલીયા અને પ્રકાશ દોંગા સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનાહિત વિશ્વાસઘાત જેવી ગંભીર કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.સવાલ એ છે કે સ્વચ્છ રાજકારણના નારા લગાવનારાઓના ઘરમાં જ આવી ગંદકી કેમ? લોકોનો વિશ્વાસ લૂંટીને રાજકારણ કરનારાઓ સામે હવે કડક કાર્યવાહી નહીં થાય તો જનતા શું સંદેશ લેશે?






