મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ/ જુહાપુરાના ફતેવાડીમાં જાહેરમાં એક યુવકની હત્યા, મારામારીની અદાવત રાખી કરાયો હુમલો

અમદાવાદમાં ફરી એક વખત જાહેરમાં એક યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. અમદાવાદના જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં એક યુવકન

અમદાવાદ/ જુહાપુરાના ફતેવાડીમાં જાહેરમાં એક યુવકની હત્યા, મારામારીની અદાવત રાખી કરાયો હુમલો

અમદાવાદમાં ફરી એક વખત જાહેરમાં એક યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. અમદાવાદના જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. અમદાવાદમાં ફરી એક વખત કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતા સવાલ ઉભા થયા છે.

જુહાપુરામાં એક યુવકની હત્યા

શહેરના જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં 30 વર્ષીય યુવકની જાહેરમાં કરપીણ હત્યા કરવામાં આવી છે. સોમવાર મોડી રાત્રે થયેલી મારામારીની અદાવતમાં આરોપી પર હુમલો કરવામાં આવ્યો હતો. 

ફતેવાડી કેનાલ નજીક આવેલા ઉજલ પાર્કમાં સદ્દામ મોમીનની હત્યા કરવામાં આવી છે. સદ્દામ મોમીને અરબાઝ નામના યુવકને માર માર્યો હતો. અરબાઝના ઘરે સદ્દામ હથિયારો સાથે પહોંચી ગયો હતો. આ અદાવતનો બદલો લેવા અરબાઝના સબંધીઓએ સદ્દામને મોડી સાંજે હથિયારોના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ ઘટનાને લઇને હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો