પાટણ: કાકોશી ગામના તળાવમાં ડૂબી જતા એક યુવકનું મોત, વરસાદી પાણીથી તળાવ છલોછલ
એક તરફ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામના તળાવમાં ડૂબી જત

એક તરફ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામના તળાવમાં ડૂબી જતા એક યુવાનનું મોત નિપજ્યું છે. તમને જણાવી દઈએ કે, ભારે વરસાદના પગલે કાકોશીનું તળાવ છલોછલ ભરાઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામના તળાળમાં એક યુવાનનું ડૂબી જતા મોત થયું છે. ઈરફાન ફકીર તળાવની પારે ઊભો હતો ત્યારે પગ લપસી જતા તળાવમાં ગરકાવ થઈ ગયો હતો. પરિણામે ઈરફાને બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ તળાવમાંથી યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો.
જે બાદ યુવકને સારવાર માટે સિદ્ધપુરની એક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવાન ઈરફાન ફકીરનું ડૂબી જતાં મોત થયું હોવાનું જણાવ્યું હતું.






