ભાવનગર: લોનની લાલચમાં લાખો ગુમાવનાર યુવકે કરી આત્મહત્યા , મરતા પહેલા બનાવ્યો વિડિયો
ભાવનગરના બોરડીગેટ વિસ્તારમાં રહેતા પ્રવીણ સાગઠિયાએ લોનની લાલચમાં લાખો રૂપિયા ગુમાવતા ગળાફા

ભાવનગરના બોરડીગેટ વિસ્તારમાં રહેતા પ્રવીણ સાગઠિયાએ લોનની લાલચમાં લાખો રૂપિયા ગુમાવતા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો. મૃતક કોન્ટ્રાક્ટર પ્રવીણે દોઢ કરોડ રૂપિયાની લોનની લાલચમાં 40 લાખ રૂપિયા ગુમાવી દેતા અંતિમ પગલું ભર્યું હતું. આત્મહત્યા કરતા પહેલા મૃતકે એક વીડિયો બનાવ્યો છે, જેમાં તે અંતિમ પગલુ કેમ ભરી રહ્યો છે તેની માહિતી આપી છે.
આ પણ વાંચોસુરેન્દ્રનગર: સરકારનું શિક્ષણ વિભાગ પાઠ્યપુસ્તક પહોંચાડવામાં નિષ્ફળ, બાળકો પુસ્તક વગર જઈ રહ્યા છે સ્કૂલે
મૃતક પ્રવીણ સાગઠિયાનો અંતિમ વીડિયો પણ સામે આવ્યો
મૃતક પ્રવીણ સાગઠિયાનો અંતિમ વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેમની સાથે છેતરપિંડી કરનારા શખસોના નામ અને કેવી રીતે પોતાને છેતરવામાં આવ્યા તેની સંપૂર્ણ માહિતી આપી છે. મૃતકે વીડિયોમાં દોષિતો સામે કાર્યવાહી કરવાની પણ પોલીસને વિનંતી પણ કરી છે. આ સમગ્ર મામલે મૃતકના પત્ની હંસાબેને ચાર શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
4 લાખ રૂપિયા 20 ટકામાં લીધા
મૃતકના પત્નીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર વ્યાજખોર ગૌતમ મેર પાસેથી 4 લાખ રૂપિયા 20 ટકામાં લીધા હતા. આ ઉપરાંત દીપક પાસેથી 5 લાખ રૂપિયા 20 ટકા વ્યાજ પર લીધા હતા. તેના દ્વારા પણ વ્યાજની ઉઘરાણી કરીને હેરાનગતિ કરવામાં આવતા પ્રવીણે અંતિમ પગલું ભર્યું હતું. આ મામલે બી. ડિવિઝન પોલીસ દ્વારા સ્યુસાઈડ નોટ અને વીડિયોના આધારે આગળની તપાસ હાથ ધરાઈ છે.






