મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરામાં થાર ઉપર બેસી યુવકે કર્યો સ્ટંટ, અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા

વડોદરાના ગોત્રી પ્રિયા સિનેમા પાસે એક યુવાન સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કારની ઉપર બેસી

તસવીર: GSTV

વડોદરાના ગોત્રી પ્રિયા સિનેમા પાસે એક યુવાન સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કારની ઉપર બેસી સ્ટંટ કરી રહ્યો હતો. પાછળ આવતા અન્ય એક વાહનચાલકે આ સમગ્ર કરતૂત કેમેરામાં કેદ કરી હતી. 

અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂકાયા 

સંસ્કારી નગરી વડોદરામાં વધુ એક સ્ટંટબાજીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. શહેરના ગોત્રી પ્રિયા સિનેમા પાસે કેટલાક યુવાનોએ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કાયદાના લીરેલીરા ઉડાડ્યા હતા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક ચાલુ કારના રૂફટોપ પર બેસીને જીવલેણ સ્ટંટ કરી અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂકી રહ્યો હતો. પાછળ આવતા અન્ય એક વાહનચાલકે આ સમગ્ર કરતૂત કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. 

આ સમાચાર શેર કરો