મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દસાડાના ધારાસભ્યના સાગરીતો પર યુવાને લગાવ્યો ગંભીર આરોપ, મારું અપહરણ કરીને માર્યો ઢોર માર

સુરેન્દ્રનગરના દસાડાના ધારાસભ્ય ધારાસભ

સુરેન્દ્રનગરના દસાડાના ધારાસભ્ય ધારાસભ્ય પી.કે.પરમારના સાગરીતો પર યુવાને ગંભીર આક્ષેપ લગાવ્યા છે. જેમાં યુવાને જણાવ્યું કે મારું અપહરણ કરીને ઢોર માર માર્યો હતો. સુરેન્દ્રનગરના પાટડીમાં અજાણ્યા શખ્સો યુવકનું અપહરણ કર્યુ તેમજ કારમાં બેસાડી ઢોર માર માર્યો હતો. જોકે તેને સારવાર માટે અમદાવાદમાં ખસેડાયો છે.

 ધારાસભ્ય પી.કે. પરમારે ડૉકટર બાબા સાહેબ આંબેડકરની તસવીર ભેટ આપી

થોડા દિવસ અગાઉ સરકારમાં નવનિયુક્ત મંત્રી પ્રધ્યુમન વાજાને ધારાસભ્ય પી.કે. પરમારે ડૉકટર બાબા સાહેબ આંબેડકરની તસવીર ભેટ આપી હતી..જોકે તે તસવીર પર ધારાસભ્યનું નામ હોવાથી યુવકે ઉગ્ર વિરોધ વિરોધ નોંધાવ્યો હતો.આ જ યુવકનું અપહરણ થયુ છે.ત્યારે તેણે ધારાસભ્યના સાગરિતો દ્વારા અપહરણ અને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે..

આ સમાચાર શેર કરો