મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar news: સોશિયલ મીડિયામાં યુવાને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પર વિવાદસ્પદ ટીપ્પણી કરતા દલિત સમાજમાં ભારે રોષ

રાજ્યમાં સુરેન્દ્રનગરમાંથી ખા

Surendranagar news: સોશિયલ મીડિયામાં યુવાને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પર વિવાદસ્પદ ટીપ્પણી કરતા દલિત સમાજમાં ભારે રોષ

રાજ્યમાં સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગરમાં હરદીપ શુક્લ નામના યુવક દ્વારા સોશિયલ મીડિયા પર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હરદીપ શુક્લે બાબાસાહેબના હિન્દુ ધર્મ વિરોધી કાર્યો હોવાનું કહી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

રાજકીય સ્વાર્થ માટેના 'ગુલામો' ગણાવી અશોભનીય શબ્દોમાં સરખામણી કરતા વિવાદ વકર્યો

વધુમાં, તેણે RSS, વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપના આગેવાનોને રાજકીય સ્વાર્થ માટેના 'ગુલામો' ગણાવી અશોભનીય શબ્દોમાં સરખામણી કરતા વિવાદ વકર્યો છે. શંકરાચાર્યના અપમાન અને હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા આંબેડકર જયંતીની ઉજવણી અંગે કરવામાં આવેલા આ નિવેદનોને પગલે દલિત સમાજ લાલઘૂમ છે અને સુરેન્દ્રનગરમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો છે.

આ સમાચાર શેર કરો