મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: વાડી શાસ્ત્રી બાગના મહાદેવ તળાવમાં યુવાન ડૂબ્યો, જવારા પધારાવવા જતા લપસ્યો પગ

વડોદરા શહેરના વાડી શાસ્ત્રી બાગ નજીક આવેલા મહાદેવ તળાવમાં યુવાન ડૂબવાની ઘટના સામે આવી હતી. ગત મ

વડોદરા: વાડી શાસ્ત્રી બાગના મહાદેવ તળાવમાં યુવાન ડૂબ્યો, જવારા પધારાવવા જતા લપસ્યો પગ

વડોદરા શહેરના વાડી શાસ્ત્રી બાગ નજીક આવેલા મહાદેવ તળાવમાં યુવાન ડૂબવાની ઘટના સામે આવી હતી. ગત મોડી રાત્રે મહાદેવ તળાવમાં આ ઘટના સર્જાઈ હતી, ગૌરીવ્રત હોવાથી યુવાન જવારા તળાવમાં પધરાવવા ગયો હતો. યુવાન પરિવાર સાથે આ સ્થળ પર ગયો હતો.

યુવાન થોડોક અંદર ગયો અને ગાયબ

યુવાનની ઓળખ પ્રકાશ ચુનારા તરીકે થઈ છે. યુવાન થોડોક વધુ અંદર ગયો હતો, ત્યાં જ અચાનક તે ગાયબ થઈ ગયો હતો. પરિવારજનોએ યુવાનની શોધખોળ આદરી હતી પણ ક્યાંય તેનો પત્તો લાગ્યો નહતો.

શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ મળ્યો

ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડની કરવામાં આવી હતી, ઘટનાસ્થળ પર ફાયર વિભાગની ટીમ આવી પહોંચી હતી, ભારે શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ મળ્યો હતો. અકાળે પુત્રનું મોત નિપજતાં પરિવારમાં આક્રંદ ફેલાયો હતો.

આ સમાચાર શેર કરો